ભવનાથમાંથી ચોરાયેલ મોટર સાયકલ સાથે બે ઝડપાયા

0

જૂનાગઢ સી ડીવીઝનનાં પીઆઈ જે.જે. ગઢવી અને સ્ટાફ પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન બાતમી મળતાં ભવનાથ વિસ્તારમાંથી ચોરી થયેલ મોટર સાયકલ નં. જીજે-૦૧-યુજી ૦૪૧૩ લઈને બે ઈસમો બિલખા રોડ તરફથી જૂનાગઢ નીકળવાનાં છે જેથી પોલીસે બિલખા રોડ રામ નિવાસ સર્કલ નજીક વોચ રાખતા ઉપરોકત બંને શખ્સો મુનીર ગફારભાઈ ઘાંચી રહે. જૂનાગઢ મોચી ગલી અને સાગરભાઈ માંડાભાઈ ભારાઈ રહે. જૂનાગઢ આરટીઓને રૂા. ૪પ હજારનાં મોટર સાયકલ સાથે ઝડપી લીધેલ છે. આ કામગીરીમાં સી ડીવીઝનનાં પીઆઈ જે.જે. ગઢવી, એ.એમ. સીસોદીયા, આઈ.આર. ઝાલા, ચેતનસિંહ સોલંકી, દિલીપભાઈ ડાંગર, કરણસિંહ ઝણકાત, ભગવાનજી વાઢીયા, ભાવિકભાઈ કોદાવરા, અમરાભાઈ ભીંગ વગેરે જાેડાયેલ હતાં.

error: Content is protected !!