વંથલી તાલુકાનાં ગાદોઈ તરફ જવાનાં રસ્તે આવેલ વાડીનાં રહેણાંક મકાનમાં ચાલતો જુગારનો અખાડો ઝડપાયો

0

જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવારની સુચના તેમજ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટીનાં માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ચાલતી ગે.કા. પ્રોહીબીશન/જુગારની બદી નેસ્તનાબુદ કરવા કડક હાથે કામ લેવાની સુચના અન્વયે ક્રાઈમ બ્રાન્ચનાં પોલીસ ઈન્સ. એચ.આઈ. ભાટી તથા પોલીસ સ્ટાફ સતત પ્રયત્નશીલ હોય અને ક્રાઈમ બ્રાન્ચનાં પોલીસ ઈન્સ. એચ.આઈ. ભાટી તથા પોલીસ હેડ કોન્સ. પ્રકાશભાઈ ડાભી, પોલીસ કોન્સ. દિવ્યેશભાઈ ડાભીને અગાઉથી બાતમી મળેલ કે, આમદ હાસમભાઈ સીડા રહે.ગાદોઈ તા.વંથલી વાળાનું ખેતર ગાદોઈ ગામની સીમમાં ખોખરડા ફાટકથી ગાદોઈ ગામ તરફ જતા રસ્તે વડવાળા ભરડીયાની નજીક આવેલ છે. જે ખેતરમાં આવેલ રહેણાંક મકાન કેશોદનાં ખીમા કાનાભાઈ કોળી તથા મણીબેન ચનાભાઈ મેર તથા વેરાવળનાં લાખા દેવરાજભાઈ રબારીએ જુગારનો અખાડો ચલાવવા માટે ભાડે રાખી ઉપરોકત ત્રણેય સ્ત્રી-પુરૂષ તેમનાં કબ્જા ભોગવટાનાં રહેણાંક મકાને લાખા દેવરાજભાઈ રબારી મારફતે જુગાર રમવા માટે બહારથી માણસો બોલાવી ઘોડીનાં પાસા વડે પૈસાની હારજીત કરી ઘોડીપાસાનો જુગાર રમાડતા હોવાની બાતમીનાં આધારે રેડ કરતા ખીમાભાઈ કાનાભાઈ રાઠોડ(ઉ.વ.૩૬ રહે.કેશોદ), લાખાભાઈ દેવરાજભાઈ મોરી(ઉ.વ.૩પ રહે.વેરાવળ), મીણીબેન વા/ઓ ચનાભાઈ પુંજાભાઈ ઓડેદરા(ઉ.વ.પપ રહે.કેશોદ), બહાદુર તારમહમદ દલ(ઉ.વ.પર રહે.માણાવદર), ધનસુખભાઈ જેરામભાઈ હીરપરા(ઉ.વ.પર રહે.કેશોદ), જીતેન્દ્ર ઉર્ફે જીતુભાઈ વીરજીભાઈ વધાવી(ઉ.વ.પપ રહે.વેરાવળ), પરેશભાઈ જમીયતભાઈ દલાણી(ઉ.વ.પપ રહે.બાંટવા), વૃંદાવન પ્રભુદાસ તન્ના(ઉ.વ.પર રહે.કેશોદ), સીદીક રહેમાનભાઈ બેલીમ પટણી(ઉ.વ.૬૩ રહે.વેરાવળ), સુર્યકાંતભાઈ નાનાલાલ સવાણ (ઉ.વ.૬૩ રહે.વેરાવળ)ને ઝડપી લઈ રોકડા રૂપિયા ૪,૪૯,૧૬૦, નાલનાં રોકડા રૂપિયા ૧ર,પ૦૦, મોબાઈલ ફોન નંગ-૯ કિ.રૂા.૮૧,૦૦૦, ફોર વ્હીલ કાર-ર કિ.રૂા.૧૦,૦૦,૦૦૦ મળી કુલ રૂપિયા ૧પ,૪ર,૬૬૦નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે. આ કામગીરીમાં ક્રાઈમ બ્રાન્ચનાં પોલીસ ઈન્ચા. એચ.આઈ ભાટી તથા પો. હેડ કોન્સ. પ્રકાશભાઈ ડાભી, યશપાલસિંહ જાડેજા, જીતેષ મારૂ તથા પોલીસ કોન્સ. દિવ્યેશભાઈ ડાભી, મયુરભાઈ કોડીયાતર તથા ડ્રા.પો.કોન્સ. વરજાંગભાઈ બોરીચા વિગેરે પોલીસ સ્ટાફએ સાથે રહી કામગીરી કરેલ હતી.

error: Content is protected !!