ઓમિક્રોનનાં પેટા પ્રકાર બીએ.પનો પ્રથમ કેસ તેલાંગણા બાદ બીજાે કેસ ગુજરાતનાં વડોદરામાં નોંધાયો

0

કોરોના ધીમો પડયો છે પરંતુ હજી ગયો નથી. હવે કોરોનાનાં નવા નવા પ્રકારનાં મ્યુટેશન સાથે સામે આવી રહ્યા છે. તેવામાં કોરોનાનાં નવા નવા મ્યુટેશન વિદેશોમાં હાહાકાર મચાવી રહ્યા છે. હાલમાં કોરોનાનો ઓમિક્રોન વાયરસનો પેટા પ્રકાર બીએ.પ વિદેશોમાં હાહાકાર મચાવી રહ્યો છે. તેવામાં દેશમાં પ્રથમ કેસ તેલાંગણામાં નોંધાયો હતો. ત્યારબાદ બીજાે કેસ વડોદરામાં નોંધાયો હોવાની પુષ્ટિ થઈ છે. વિદેશથી આવેલો યુવક વડોદરામાં આવ્યા બાદ કોરોના પોઝિટિવ આવતા તેનાં સેમ્પલ વધુ તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા. યુવકનાં સેમ્પલને વધુ અભ્યાસ અર્થે ગાંધીનગર ખાતે આવેલી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જયાં તેનું જિમોમ સિકવન્સિંગ કરવામાં આવ્યું હતું. જિમોન સિકવન્સિંગમાં યુવકમાં ઓમિક્રોન બીએ.પ પેટા પ્રકારની પુષ્ટિ થઈ હતી.

error: Content is protected !!