Friday, July 1

દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપની કારોબારી દુધિયા ગામે યોજાઇ

0

દેવભૂમિ દ્વારકા ભારતીય જનતા પાર્ટીની જિલ્લામાં કારોબારી સમિતિની મીટીંગ કલ્યાણપુર તાલુકાના દુધિયા ગામે આવેલા શિવ શક્તિ આશ્રમ ખાતે યોજવામાં આવી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના પ્રમુખ ખીમભાઈ જાેગલના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ કારોબારી બેઠકમાં પાર્ટીના આગામી કાર્યક્રમો સંદર્ભે તેમજ ભાજપના રાજ્યના નેતાઓના સંદેશા સહિતની જાણકારી આપવામાં આવી હતી. જિલ્લા મહામંત્રી મયુરભાઈ ગઢવીએ કારોબારી સમિતિનું સંચાલન કરીને મીડિયા સંદર્ભે માર્ગદર્શન આપ્યું હતું. જ્યારે યુવરાજસિંહ વાઢેર દ્વારા “વન ડે વન ડીસ્ટ્રીક્ટ તથા કેન્દ્રમાં મોદી સરકારના પુરા આઠ વર્ષની ઉજવણી અંગેની જાણકારી આપી હતી. આ કારોબારીમાં ઉપસ્થિત રાજ્ય મંત્રી અને જિલ્લા ભાજપના પ્રભારી તેમજ રાજકોટના પૂર્વ મેયર બીનાબેન આચાર્ય દ્વારા આપવામાં આવેલા વક્તવ્યમાં અનેક મુદ્દે કાર્યકરોને સમજૂતી આપવામાં આવી હતી.

error: Content is protected !!