ખંભાળિયામાં જેટકોના કોન્ટ્રાક્ટરના કારણે પીવાના પાણીની લાઈન પાંચમી વખત તૂટી : પાલિકા તંત્ર દ્વારા પોલીસ ફરિયાદની તજવીજ

0

ખંભાળિયાના ચાર રસ્તા જેવા મહત્વના વિસ્તારમાં ઈલેક્ટ્રીક લાઈનની જેટકોની કામગીરીમાં પાણીની મેઈન લાઈન તુટતાં લાખો લિટર પાણીનો વેડફાટ થયો હતો. એટલું જ નહીં, અનેક વિસ્તારો પાણી વગરના રહ્યા હતા. ખંભાળિયા શહેરના મિલન ચાર રસ્તા પાસે એક પરોઠા હાઉસ નજીક જેટકો દ્વારા રેલવેની ઈલેક્ટ્રીક લાઈનના ચાલી રહેલા કામમાં કોન્ટ્રાકટર દ્વારા ગફલત કેળવીને પાણીની લાઇન તોડી નાખવામાં આવતા આ સ્થળે ફુવારા સાથે ૨૦ ફૂટ પાણીના ફુવારા ઉડ્યા હતા. ચાર રસ્તા વિસ્તારમાં પાણીની લાઈન તૂટતા કાકરા અને ધૂળ સાથે રોડ ઉપર પાણી ફરી વળ્યા હતા. જેથી રાહદારીઓ અને વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. આ અંગેની નગરપાલિકા તંત્રને જાણ કરવામાં આવતા પાલિકા તંત્ર દ્વારા પોલીસ ફરિયાદ સહિતની તજવીજ કરવામાં આવી હતી. આ વચ્ચે વધુમાં જાણવા મળતી વિગત મુજબ કોન્ટ્રાક્ટર દ્વારા સતત પાંચમી વખત આવી રીતે પાણીને લાઈન તૂટી છે. જેથી અનેક વખત આ વિસ્તારના રહીશો પાણી વગરના રહ્યા છે. આ ઉપરાંત લાખો લીટર પાણીનો વેડફાટ થતા આ અંગે મુખ્ય ઈજનેરને માહિતગાર કરવામાં આવતા આ બેદરકારી સંદર્ભે કડક કાર્યવાહી પણ હાથ ધરવામાં આવનાર છે. હવે જાે લાઈન તૂટે અને નુકશાન થાય તો કોન્ટ્રાક્ટર પાસેથી વસુલાત સહિતની કામગીરી પણ કરવામાં આવનાર હોવાનું જાણવા મળેલ છે. જેટકોની વિજલાઈનની તદ્દન ધીમી ગતિએ ચાલતા કામથી લોકો ત્રસ્ત બન્યા છે.

error: Content is protected !!