Tuesday, August 9

ગીર સોમનાથમાં “નવી દિશા – નવું ફલક” કાર્યક્રમ અંતર્ગત જિલ્લાકક્ષાનો કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ તા.૩૦ મેનાં રોજ યોજાશે

0

શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનાં વિદ્યાર્થીઓ માટે “નવી દિશા – નવું ફલક” કારકિર્દી માર્ગદર્શન અંગેનો પ્રથમવાર સુગઠિત સ્વરૂપે સેમિનાર યોજવામાં આવશે. જેના ભાગરૂપે ગીર સોમનાથમાં તા. ૩૦ મેના રોજ જિલ્લાકક્ષાનો કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમના સુચારૂ આયોજન માટે કલેક્ટર રાજ દેવસિંહ ગોહીલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારી અને કન્વીનરે જણાવ્યું હતું કે, ધો. ૯ થી ૧૨ના વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન આપવા બાબતનો કાર્યક્રમ સમગ્ર ગુજરાત રાજ્યના દરેક જિલ્લામાં તા.૩૦/૦૫/૨૦૨૨ ના રોજ યોજાનાર છે. જે અંતર્ગત જિલ્લામાં તા.૩૦/૦૫/૨૦૨૨ ના રોજ ધોરણ ૯ થી ૧૨ના વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન આપવા બાબતનો કાર્યક્રમ મણીબેન કોટક સ્કુલ, વેરાવળ ખાતે સવારે ૧૦ઃ૦૦ કલાકથી ૧૧ઃ૫૦ કલાક દરમ્યાન યોજાનાર છે. આ કાર્યક્રમનું પ્રસારણ ‘વંદે ગુજરાત’ ચેનલ નં.૯ તેમજ બોર્ડની યુ-ટ્યુબ ચેનલ ય્જીૐજીઈમ્ ય્ટ્ઠહઙ્ઘરૈહટ્ઠખ્તટ્ઠિ તેમજ રંંॅજઃ//ુુુ.કટ્ઠષ્ઠીર્હ્ર્વા.ર્ષ્ઠદ્બ/દ્ભષ્ઠખ્તય્ેદ્ઘટ્ઠટ્ઠિં/ ઉપરથી કરવામાં આવનાર છે.
આ કાર્યક્રમનો લાભ મહત્તમ વિદ્યાર્થીઓ તથા વાલીઓ મેળવે તેમ જણાવવામાં આવે છે. આ બેઠકમાં સહ કન્વીનર રોજગાર અધિકારી, જિલ્લા પશુપાલન અધિકારી, જિલ્લા ખેતીવાડી અધિકારી, યુવા વિકાસ અધિકારી, જિલ્લા માહિતી અધિકારી અને આઇ.ટી.આઇ. સાથે મિટીંગનું આયોજન કરેલ હતું જેમાં ઉક્ત કાર્યક્રમને સફળ બનાવવાના આયોજનને આખરી ઓપ આપવામાં આવેલ હતો.

error: Content is protected !!