વેરાવળ તાલુકાના બીજ ગામે દીપડો કૂવામાં ખાબક્યો, વન તંત્રનું રેસ્કયુ

0

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના બીજ ગામે ખુલ્લા કુવામાં ખાબકેલ દીપડાને ફોરેસ્ટ વિભાગે રેસ્કયુ કરી બહાર કાઢેલ હતો. આ દિપડાને સીમાર એનીમલ કેર સેન્ટરમાં મોકલી આપેલ છે. આ અંગે પ્રાપ્ત વિગત મુજબ વેરાવળ તાલુકાના બીજ ગામે લખમણભાઇ ગટુરભાઇ માલમની વાડીના ખુલ્લા કુવામાં રાત્રી દરમ્યાન દીપડો ખાબક્યો હતો જ્યારે વાળી માલિક લખમણભાઇને સવારે જાણ થતાં ફોરેસ્ટ વિભાગને કરી જાણ હતી. અને બીજ ગામે વાડીમાં દીપડો ખાબકયાના સમાચાર આસપાસમાં ફેલાતા લોકોના ટોળા જાેવા માટે ભેગા થયા હતા. ફોરેસ્ટ વિભાગના આર.એફ.ઓ. એચ.ડી. ગરચર, ડી.એ. ડોડીયા, પ્રતાપભાઇ, જીણાભાઇ સહીતની ટીમ દીપડાને કુવામાંથી બહાર કાઢવા માટે સ્થળ ઉપર પહોંચી રેસ્ક્યુ હાથ ધરેલ જેમાં ૩૦ મીનીટ સુધી ચાલેલ આ રેસ્કયુ બાદ દીપડાને બહાર કાઢી પાંજરે પુરેલ હતો. આ અંગે આર.એફ.ઓ. એચ.ડી. ગરચરે જણાવેલ કે, લખમણભાઇ માલમની વાડીમાં પંચાસેક ફુટ ઉંડા કુવામાં પાણી ભરેલ હોય જેમાં રાત્રી દરમ્યાન દીપડો ખાબકયો હતો. આ દીપડાની ઉંમર આશરે ૫ થી ૯ વર્ષની હોવાનું જણાવેલ છે. આ દિપડાને હાલ સીમાર એનીમલ કેર સેન્ટરમાં મોકલી આપેલ છે.

error: Content is protected !!