જૂનાગઢમાં નવી કલેકટર કચેરી રોડ, શ્રીધરનગર સોસાયટી બ્લોક નં.૩૮માં રહેતા ડો. નિલેશકુમાર ડાયાભાઈ ઢોલરીયા (ઉ.વ.૩૪)એ અમિતભાઈ દિલીપકુમાર મારસોણીયા રહેે. મુળ ગુજરાત હાઉસીંગ બોર્ડ સોસાયટી, જાગનાથ પ્લોટ, ભાયાવદર હાલ તીર્થ ટુરીસ્ટનાં નામે વશિષ્ઠા મનાલી જી. કુલ્લુ સામે નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે, આ કામનાં આરોપીએ સીમલા-મનાલીનાં ટૂર પેકેજનાં નામે ફરીયાદી તથા સાહેદ ડો. ઈતેશકુમાર ભુપતભાઈ કાપડીયા સાથે ફોન ઉપર વાતચીત કરી વિશ્વાસમાં લઈ ટૂર તથા હોટલ માટેનાં રૂા. ૯ર,૧૦૦ ઓનલાઈન મેળવી લઈ જે રૂપિયા પરત નહી આપી તેમજ સીમલા -મનાલી ટૂરનું આયોજન નહી કરી ફરીયાદી તથા સાહેદ સાથે વિશ્વાસઘાત કરી છેતરપીંડી કર્યાની ફરીયાદ પોલીસમાં નોંધાવતા સી ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.