દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિવરાજપુર બીચ ઉપર ન્હાવા ઉપર પ્રતિબંધ

0

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રવાસીઓ માટે આકર્ષણરૂપ એવા દ્વારકા નજીક આવેલા શિવરાજપુર બીચ ઉપર ૩૦ જુલાઈ સુધી લોકોને ન્હાવા કે સ્વિમિંગ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું સક્ષમ અધિકારી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકાના શિવરાજપુર ગામે બ્લ્યુ ફ્લેગ બીચ કાર્યરત છે. આ બીચ ઉપર બહોળી સંખ્યામાં પ્રવાસીઓ ફરવા અને સ્વીમીંગ કરવા આવતા હોય છે. જૂન માસથી ચોમાસુ શરૂ થતું હોય છે અને દરિયો પણ તોફાની હોય છે. ઉપરાંત દરિયામાં પણ કરંટના કારણે દેવભૂમિ દ્વારકા જિલ્લાની દ્વારકા તાલુકામાં આવેલા શિવરાજપુર બીચ(લાઇટ હાઉસ – સર્વે નં.૫૮થી શિવરાજપુર બીચના ખાડી-૨ પોઇન્ટના છેડા સુધી, પાંચ કીલોમીટર સુધીની લંબાઇનો દરિયાકાંઠાના વિસ્તાર) ખાતે આવતા તમામ પ્રવાસીઓ તેમજ સ્થાનિક લોકોને ન્હાવા સ્વીમીંગ કરવા ઉપર આ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતના ફોજદારી અધિનિયમ અન્વયે કાનૂની કાર્યવાહીને પાત્ર થશે. બ્લુ ફલેગ સર્ટીફિકેટ ધરાવતો શિવરાજપુર બીચ એકદમ શાંત રળીયામણો અને પ્રાકૃતિક સમન્વયનું સુંદર નજરાણું છે. જેથી દેવભૂમિ દ્વારકાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટએ શિવરાજપુર બિચ ઉપર ત્રણ કિલોમિટરની ત્રિજયામાં પ્લાસ્ટીકના ઉપયોગ કે વપરાશ, વાહનોની અવર-જવર, કચરો ફેંકવા તેમજ કેમ્પેઇન કરવા ઉપર પ્રતિબંધ મૂકતું જાહેરનામું પ્રસિધ્ધ કર્યુ છે. આ જાહેરનામું તા.૩૦ જુલાઈ સુધી અમલમાં રહેશે. આ જાહેનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે તેમ વધુમાં જણાવાયું છે.

error: Content is protected !!