ખંભાળિયાના પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ ચાવડાની પૂણ્યસ્મૃતિમાં મંગળવારે અનેકવિધ સામાજિક સેવાકાર્યો

0

ખંભાળિયા અને પૂર્વ ધારાસભ્ય અને આમ જનતાના હમદર્દ સમાન બની ગયેલા પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ ચાવડાના અવસાનને આગામી મંગળવાર તારીખ ૭મીના રોજ એક વર્ષ પૂર્ણ થતું હોય, સદગતના માનમાં આ દિવસે વિવિધ સેવાકીય તથા સામાજિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ખંભાળિયા વિધાનસભા વિસ્તારમાં ધારાસભ્ય તરીકેના સમયગાળા દરમ્યાન બ્લડ બેંક સહિતની અનેક મહત્વની સુવિધાઓ અપાવનાર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ કાળુભાઈ ચાવડાના કાર્યકાળની કામગીરીને આ વિસ્તારની જનતા હજુ સુધી ભૂલી શકી નથી. કાળુભાઈ ચાવડાના દુઃખદ નિધનને એક વર્ષ પૂર્ણ થતું હોય, તેમને સેવા અને સામાજિક કાર્યો સ્વરૂપે શ્રદ્ધાંજલિ અર્પવા માટે આગામી મંગળવારે સવારે નવથી વાગ્યાથી કોરોના વેક્સિનેશન કેમ્પ તેમજ આ જ સમયગાળામાં અત્રે બજાણા રોડ ઉપર આવેલી સતવારા સમાજની નવી વાડી, રામનાથ સોસાયટીમાં આવેલા ગણાત્રા હોલ અને જડેશ્વર રોડ ઉપર આવેલા સોનલ માતાજીના મંદિર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સાથે યોજવામાં આવેલા સર્વરોગ નિદાન કેમ્પમાં ખ્યાતનામ ડોક્ટરો ડો. રામદેભાઈ ચાવડા, ડો. સત્યજીત રાજન, ડો. કેશવ કારીયા, ડો. પી.વી. કંડોરીયા, ડો. ભૌતિક ગોસાઈ, ડો. અનંત પરમાર ડો. જીતેન જાેગલ, ડો. શિવમ ગોકાણી, ડો. ગોવિંદ ભાદરકા, ડો. સાગર ભૂત વિગેરે દ્વારા દર્દીઓને વિનામૂલ્યે વિવિધ રોગના નિદાન કરી આપવામાં આવશે. આ ઉપરાંત રાત્રે સાડા દસ વાગ્યે ખ્યાતનામ કલાકારો માયાભાઈ આહીર, લાખણશીભાઈ ગઢવી, લખમણભાઈ ભોચિયા, સહિતના કલાકારો સાજીંદાઓ સાથેના લોક ડાયરાનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ તમામ આયોજનો અત્રે બજાણા રોડ ઉપર આવેલી સતવારા સમાજની નવી વાડી ખાતે કરવામાં આવ્યા છે. આ આયોજનમાં મંત્રી બ્રિજેશ મેરજા, રાજ્યસભાના સાંસદ અને ડાયરેક્ટર- કોર્પોરેટ અફેર્સ- રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના પરિમલભાઈ નથવાણી, પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકરજી, સાંસદ પૂનમબેન માડમ અને કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, પ્રદેશ યુવા ભાજપના પ્રમુખ પ્રશાંત કોરાટ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત આર.સી. ફળદુ, જવાહરભાઈ ચાવડા, પ્રદિપભાઈ ખીમાણી, ખીમભાઈ જાેગલ સહિતના નેતાઓ પણ સાથે જાેડાશે. આ સમગ્ર આયોજનમાં સહભાગી થઇ અને સદગત કાળુભાઈ ચાવડાને શ્રધ્ધાંજલી અર્પવા તેમના પરિવારના કાનાભાઈ નારણભાઈ ચાવડા, ગોવિંદભાઈ નારણભાઈ ચાવડા તથા માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટર પ્રભાત કાળુભાઈ ચાવડા દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે.

error: Content is protected !!