નેપાળની વિમાન દુર્ઘટના તેમજ સેંદરડા અને ભરૂચ ખાતે આકસ્મિક ઘટનાઓમાં માર્યા ગયેલા લોકોને મોરારીબાપુની સહાય

0

થોડા દિવસો પહેલા નેપાળના જાેમસમ વિસ્તારમાં એક ખાનગી વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ વિમાનમાં ચાલકદલ અને મુસાફરો સહિત કુલ ૨૨ લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે. આ પૈકી બે મુસાફરો જર્મનીના છે તેની વિગતો મળી શકી નથી જ્યારે ૪ ભારતીય સહિતના ૨૦ લોકોને મોરારી બાપુ દ્વારા સંવેદના રૂપે પ્રત્યેક મૃતકના પરિવારને રૂપિયા પાંચ હજાર લેખે એક લાખની સહાય પહોંચાડવામાં આવી રહી છે. એ જ પ્રમાણે મહુવા તાલુકાના કોટડા ગામે એક જ પરિવારના ચાર વ્યક્તિઓના ડૂબી જવાથી મૃત્યું થયા છે તેમના પરિવારજનોને પણ રૂપિયા ૨૦ હજારની રોકડ સહાય મોકલાઈ છે. યોગાનુયોગ એ જ દિવસે ભરૂચ નજીકના એક ગામમાં પણ પાંચ વ્યક્તિઓના નદીમાં ડૂબી જવાથી મૃત્યું થયા હતા. તેમના પરિવારજનોને પણ રૂપિયા ૨૫ હજારની સહાય પહોંચતી કરવામાં આવેલ છે. આમ કુલ મળીને રૂપિયા એક લાખ પિસ્તાલીસ હજારની સહાય મોરારી બાપુએ મોકલાવેલ છે. તમામ મૃતકોના નિર્વાણ માટે મોરારી બાપુએ શ્રી હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરેલ છે અને તેમના પરિવારજનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરેલ છે.

error: Content is protected !!