કોરોનામાં મૃત્યું પામ્યા, મોંઘવારીમાં અધમુઆ બન્યા : કુદકેને ભુસકે વધતી મોંઘવારી, જનજીવન અસામાન્ય બન્યું

0

ર૦ર૦થી ર૦ર૧નો સમયકાળ જૂનાગઢ સહિત સમગ્ર દેશવાસીઓ માટે કાળનાં ક્રુર પંજા સમાન બન્યો હતો કારણ કે કોરોનાનાં વિકરાળ પંજામાં ફસાયેલું જનજીવન મૃતદેહોનાં ઢગલા ઉપર બેઠું હતું અને રોજ-બરોજ બિહામણા દ્રશ્યો જાેવા મળતા હતા. કયારે શું થશે તે કંઈ નકકી નહોતું. માણસો ટપોટપ મોતને હવાલે થતાં હતા. આ સંજાેગોમાં ધીમે ધીમે સમગ્ર ભારત વર્ષ બહાર આવી ગયું. જાે કે હજારો લોકો મોતનાં પંજામાં હડસેલાઈ ગયેલા હતા અને સ્વજનોની વસમી વિદાયનું દુઃખ સૌ કોઈએ ભોગવવાનો વારો આવ્યો. કોરોના કાળમાં પરિસ્થિતિ થાળે પડી અને જનજીવન સામાન્ય બની ગયું પણ સાથે જ લોકોનાં ધંધા-રોજગાર ઉપર ખૂબજ અસર પહોંચી એક તકે તો પરિસ્થતિ એટલી હદે વણસી હતી કે શ્રીમંત ગણાતા લોકો પણ જુદા જુદા ધંધા બદલવા પડે તેવી પરિસ્થિતિમાં મુકાઈ ગયા. લોકડાઉન ખુલી ગયું અને પરિસ્થિતિ ધીમે ધીમે નિયંત્રણમાં આવતા જનજીવન ફરી ધબકતું થયું. આ સારા દિવસોની પરિસ્થિતિ માંડ ૬ માસ જેટલા સમય દરમ્યાન રહી જાે કે સરકારે પણ રાજય સરકાર હોય કે કેન્દ્ર સરકાર સામાન્ય જનતાને મુશ્કેલી ન પડે તે માટે અનેક પ્રકારની સહાય આપવા પ્રયત્નો કર્યા છે પરંતુ આજે પરિસ્થિતિ એ છે કે, લીંબુ-મરચાથી લઈ દૂધ સહિતની જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓનાં ભાવો રોજબરોજ સતત વધી રહયા છે. ગઈકાલે હજુ દુધમાં રૂા.૧૦નો વધારો થયો છે, વિજળી, રાંધણગેસ, પેટ્રોલ-ડીઝલનાં ભાવવધારા તો છે જ તેની સામે ટ્રાન્સપોર્ટેશનનાં ખર્ચને કારણે અન્ય માર્કેટોનાં ભાવો પણ સતત વધી રહયા છે. અગાઉ ર૦ર૦માં બટેટા ૧ કિલોનાં ભાવ રૂા.૧૦થી ૧ર હતા આજે રૂા.પ૦નાં કિલો બટેટા મળે છે. જયારે લીંબુ ૧૦ રૂપિયાનો રપ૦ ગ્રામ મળતા હતા જે આજે રૂા.૬૦ રૂપિયા કિલો થયા છે. ગઈકાલની જ વાત કરીએ તો દરણું દળવાની ઘંટી એટલે ફલોર મીલ વાળા ૧ કિલોનાં રૂા.૩ હતા જે આજે રૂા.પનો વધારો થયો છે. જયારે હાલ કેરીની સીઝન ચાલી રહી છે ત્યારે રૂા.૮૦૦ થી ૯૦૦ કે ૧૦૦૦ રૂપિયા જેવા ભાવ બોલી રહયા છે. આવા સંજાેગોમાં આ વર્ષે કેરીની સીઝનમાં સામાન્ય એટલે કે માંડ માંડ પુરૂ કરતા લોકોને કેરીનો સ્વાદ કદાચ માણવા પણ ન મળે, અને બજારોમાં જે બોકસ માર્કેટમાં મુકાયા હોય તેને દૂરથી જ જાેવાનું સૌભાગ્ય રહે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. (આમદની અઠ્ઠની ખર્ચા રૂપૈયા) આવક ઓછી ખર્ચ વધુ, આમ રોજબરોજ સતતને સતત ભાવ વધ્યા રાખશે તો એક વખત એવો આવશે કે લોકોએ એક જ ટાઈમ જમવાનો વારો આવશે. આવી પરિસ્થિતિ ન થાય તે માટે નક્કર અને આયોજનબધ્ધ રીતે સરકાર તેમજ સહયોગી સંસ્થાઓ તેમજ દાતાઓ સમાજસેવીઓ વગેરેએ વિચારવું પડશે તેમજ દેશનાં અર્થતંત્રને ચલાવવા માટે પણ નક્કર પગલા કે આમ જનતાને પણ રાહત રૂપ બને તે બાબતે સરકારે નવેસરથી વિચારવાની આજના સમયની માંગ છે. કોરોનામાં લોકો મૃત્યુ પામ્યા હતા. જયારે આજે મોંઘવારીમાં અધમુઆ બની ગયા છે ત્યારે આ બાબતે ગંભીર રીતે વિચારપૂર્વક પગલાની જરૂર છે.

error: Content is protected !!