જૂનાગઢનાં ઉચ્ચ અધિકારીઓનું ડો. આકાશ પટોલીયા અને ડો. આશાબેન પટોલીયા દ્વારા સન્માન કરાયું

0

રીબર્થ આઇસીયુ હોસ્પિટલના ડો. આકાશ પટોલિયા અને ડો. આશાબેન પટોલિયા દ્વારા જૂનાગઢના એસપી રવી તેજા વાસમ શેટ્ટી, મનપા કમિશ્નર રાજેશભાઈ તન્ના, ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા અને મનપા આરોગ્ય વિભાગના ડો. રવી ડઢાણીયાને જૂનાગઢમાં પહેલીવાર સૌથી અઘરૂ ગ્રીન કોરિડોર તાત્કાલિક ધોરણે ર્નિણય લઈ સફળતા પૂર્વક આ ચેલેન્જને પરિપૂર્ણ કરી તે માટે એક મોમેન્ટો આપી સન્માનિત કરાયેલા હતા. ડો. આકાશ અને આશા પટોલિયાએ જણાવ્યું હતું કે, અમે તો ઓપરેશનમાં પડ્યા હતા પણ બહાર આ સૌથી અઘરી બાબત ગ્રીન કોરિડોર બનાવવી અને સફળતા પૂર્વક લીવર અને કિડની કેશોદ એરપોર્ટ પહોંચાડવી એ વહીવટી તંત્ર અને પોલીસ તંત્રએ સુઝ, બુઝ અને કોઈને પણ તકલીફ ના પડે તે માટે કુનેહપૂર્વક કામ કર્યું હતું અને જેના માટે મોમેન્ટો અને મીઠાઈ આપી અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

error: Content is protected !!