જામનગરની પરિણીતાને સાસરીયા દ્વારા ત્રાસ ૬ઠ્ઠા માળેથી ફેંકી દેવાની ધમકી આપી

0

જૂનાગઢ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરીયાદમાં હિનાબેન જીગ્નેશભાઈ ગટેચા રહે. જામનગર બ્લોક નં.૩૭, નિલકંઠ પાર્ક, મયુર ટાઉનશીપ મુ. જામનગર વાળાએ જીગ્નેશભાઈ ભુપેન્દ્રભાઈ ગટેચા, સાસુ સુધાબેન ભુપેન્દ્રભાઈ, સસરા ભુપેન્દ્રભાઈ, જેઠ કપિલભાઈ, જેઠાણી નેહાબેન વગેરે સામે નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે, આ કામનાં આરોપીઓએ લગ્નજીવનનાં ૬ દિવસ બાદ જ ફરીયાદી હિનાબેનને કરીયાવર બાબતે તથા ઘરકામ બાબતે વાંક કાઢી તેમજ માવતરનાં ઘરેથી વધારે કરીયાવર લઈ આવવા મેણાટોણાં મારી લગ્નનો ખર્ચો, ફોરવ્હીલ ગાડી લેવા માટે રૂા.પ લાખની માંગણી કરી તેમજ આરોપી નં.૧ને આરોપી નં.પની ચડામણીથી આરોપી નં.૧એ મારકુટ કરતા તેમજ ફરીયાદીનાં માવતરેથી પૈસા ચુકવવા બાબતે માંગણી પુરી નહી કરતા ફરીયાદીને છુટ્ટાછેડા આપી દેવા બાબતે તથા ૬ઠ્ઠા માળેથી ઘા કરી દેવાની ધમકી આપી દુઃખ ત્રાસ આપ્યાની ફરીયાદ પોલીસમાં નોંધાવતા મહિલા પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ પી.એમ. મહેતા વધુ તપાસ ચલાવી રહયા છે.

error: Content is protected !!