મંતવ્ય ન્યૂઝ અને મહાનગરપાલિકા જૂનાગઢ દ્વારા આયોજિત મંતવ્ય સાયકલોથોનનું જૂનાગઢમાં ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું હતું. મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આ આયોજન થયું હતું. જેમાં ૨૦૦થી વધુ સાયકલ વીરો જાેડાયા હતા. ખાસ કરીને રકતદાન મહાદાન હેતુથી આયોજન થયું હતું. જેમાં લોકોએ પણ મંતવ્ય ન્યુઝના આ આયોજનને બિરદાવ્યું છે. વહેલી સવારે ૬ કલાકે જૂનાગઢના મેયર ગીતાબેન પરમારના હસ્તે તળાવ દરવાજા, શહિદ પાર્ક ખાતેથી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. શહેરના આઝાદ ચોક, ચિતાખાના ચોક, કોર્ટ રોડ, મજેવડી ગેટ, ભરડાવાવ અને અંતે ભવનાથ મહાનગર ઝોનલ ઓફિસ ખાતે સાયકલોથોનનું આયોજન પૂર્ણ થયું હતું. જેમાં જૂનાગઢના કમિશ્નર રાજેશ તન્ના, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હરેશભાઈ પરસાણા સહિતનાઓ સાયકલ લઈને આ અભિયાનમાં જાેડાયા હતા. જૂનાગઢની જુદી-જુદી સાયકલિંગ સંસ્થાઓ જેમ કે, જૂનાગઢ રાઇડર્સ, નેહરૂ યુવા કેન્દ્ર સંગઠન અને સાયકલિંગ ક્લબ સહિતની સંસ્થાઓ પણ કાર્યક્રમમાં જાેડાઈને ઉત્સાહભેર ભાગ લીધો હતો. અંતે જૂનાગઢ મહાનગરપાલિકાની ટીમ દ્વારા મંતવ્ય ન્યુઝના આ કાર્યક્રમને બિરદાવીને જૂનાગઢના રિપોર્ટર અમ્માર બખાઈનું સન્માન કરવામાં આવ્યું હતું.