જૂનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા તાજેતરમાં શરૂ કરવામાં આવેલ જીરી ્ીટ્ઠદ્બ દ્વારા મહિલાઓને મદદ કરી, સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે. જૂનાગઢ શહેરના ગિરિરાજ સોસાયટી વિસ્તારમાં રહેતા અને વેપારીની દીકરી પ્રવિણા(નામ બદલાવેલ છે) પોતાના ભાઈ તથા આગેવાન સાથે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને મળી, પોતે ઘરકામ કરતી હોય, પોતાને પોતાના ભાઈના મિત્ર અને સમાજના જ એક યુવક, કે જે પોતાના ઘરે આવજા કરતો હોય, તેને દીકરીનો નંબર મેળવી, યુવક દ્વારા એકતરફી પ્રેમ થઇ જતાં, પોતાના મોબાઈલ નંબરથી વોટસએપ મેસેજ કરવાનું શરૂ કરતા, યુવતી દ્વારા ના પાડતા, પરાણે વાત કરવા મજબૂર હોય, અવાર-નવાર પોતે બહાર જતી વખતે રસ્તો રોકી, જબરજસ્તી કરવાં લાગે છે અને યુવક પરણિત હોય, બે છોકરાનો બાપ હોય, બળજબરી કરી, સમાજમાં બદનામ કરવાની સતત ધમકી આપતા હોય, પોતાની સમાજમાં આબરૂ જવાનો ભય લાગતા, ગળગળા થઈને ભાઈ સાથે રજૂઆત કરવામાં આવેલ હતી. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ એમ.એમ. વાઢેર, પીએસઆઇ કે.કે. મારૂ, સ્ટાફના હે.કો. ધાનિબેન પો.કો. નીતિનભાઈ, તેમજ જીરી ્ીટ્ઠદ્બના મહિલા એએસઆઈ રસીલાબેન, પો.કો.મિત્તલબેન સહિતની ટીમ દ્વારા અરજદારની રજુઆત આધારે સામાવાળાને શોધી કાઢી, મોબાઈલ ચેક કરી, ગુન્હો નોંધવા કાર્યવાહી કરવા પોલીસની ભાષામાં સમજાવતા, સામાવાળા યુવક અને તેના સંબંધીઓ મોબાઈલમાંથી વાંધાજનક ફોટા મોબાઈલ ફોર્મેટ મારી, કઢાવી દીધા હતા. ઉપરાંત, હવે પછી કોઈ દિવસ આ બાબતે તેને નહીં બોલાવવા કે હેરાન નહિ કરવા ખાતરી આપતા, દીકરી તથા કુટુંબીજનો દ્વારા જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. જૂનાગઢ પોલીસ દ્વારા પણ પોતાની ફરજ ગણાવી, અરજદારને હવે પછી તકેદારી તથા સાવચેતી રાખવા વિનંતી પણ કરવામાં આવેલ હતી. અરજદારને પોલીસનો આવો અનોખો અનુભવ અને પોતાના જિંદગીના દુઃખના સમયે મદદ મળતા, ખૂબ જ આનંદિત થઈ, અરજદાર દ્વારા આનંદ વ્યક્ત કરી, રૂબરૂ મળી, જાે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવેલ ના હોત તો, પોતાની જિંદગી બગડી જાત, એવી લાગણી વ્યક્ત કરી, કામ કરનાર જૂનાગઢ પોલીસ સ્ટાફનો વારંવાર આભાર વ્યક્ત કરતા હોય, એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ભાવવાહી દ્રશ્યો સર્જાયા હતા. જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટીની સૂચનાથી જૂનાગઢ પોલીસની જીરી ્ીટ્ઠદ્બ દ્વારા અરજદાર પીડિત મહિલાને યુવકના ત્રાસમાંથી મુક્ત કરાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે, એ સૂત્ર જૂનાગઢ જિલ્લા પોલીસએ ફરીવાર સાર્થક કર્યું હતું.