જૂનાગઢમાં પર્યાવરણ દિવસ નિમિત્તે કલેક્ટર કચેરીના પટાંગણમાં ૨૧૦ વૃક્ષનું વાવેતર કરાયું

0

૫ જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પર્યાવરણ દિનની ઉજવણીના ભાગરૂપે જૂનાગઢ જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને કચેરીના પટાંગણમાં ૨૧૦ જેટલા વૃક્ષોનું વાવેતર કરી, વૃક્ષો અંગે માર્ગદર્શન આપી, વૃક્ષ જાળવણીના શપથ લીધા હતા. પર્યાવરણ માટે વૃક્ષ અમૂલ્ય છે. વૃક્ષ થકી ઓક્સિજન મળે છે. ત્યારે ૫ જૂન પર્યાવરણ દિવસની ઉજવણી જૂનાગઢ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કરવામાં આવી હતી. જિલ્લા કલેકટર રચિત રાજના અધ્યક્ષસ્થાને પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કલેક્ટર દ્વારા પર્યાવરણ અંગે કર્મચારીઓને માર્ગદર્શન આપી જણાવ્યું હતું કે, જીવનમાં વૃક્ષનું કેટલું મહત્વ છે. વૃક્ષ હશે તો ઓક્સિજન મળશે. તે ઉપરાંત આસિસ્ટન્ટ કલેકટર હનુલ ચૌધરી દ્વારા માર્ગદર્શન સાથે પર્યાવરણ અંગે જાણકારી આપવામાં આવી હતી. ત્યારબાદ કલેકટર દ્વારા કર્મચારીઓને વૃક્ષ જતન અંગે શપથ લેવડાવવામાં આવ્યા હતા. પર્યાવરણ દિવસ અંતર્ગત કલેકટર કચેરીના પટાંગણમાં જિલ્લા કલેકટર રચિત રાજ, આસિસ્ટન્ટ કલેકટર હનુલ ચૌધરી, અધિક કલેકટર એલ.બી.બાંભણિયા સહિતના અધિકારીઓ દ્વારા ૨૧૦ જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું અને હવે તે વૃક્ષોનું જતન કરી કલેક્ટર કચેરીને હરિયાળી બનાવાશે. આ તકે ચિટનીશ જી.બી.જાડેજા, જૂનાગઢ મામલતદાર શહેર તેજસ જાેષી, ગ્રામ્ય મામલતદાર તન્વી ત્રિવેદી સહિતના રેવન્યુ અને આર એન્ડ બી વિભાગનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

error: Content is protected !!