જૂનાગઢ લો કોલેજનું ઉત્કૃષ્ઠ પરિણામ : સેમે.૧નાં વિદ્યાર્થીઓ ડિસ્ટીકશન માર્કસ સાથે ઉર્તિણ થયા

0

ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા ફેબ્રુઆરી-ર૦રરમાં લેવાયેલ એલએલબી સેમે.૧ની પરીક્ષામાં જૂનાગઢ જુનીયર ચેમ્બર એજયુકેશન ટ્રસ્ટ સંચાલીત લો કોલેજ-જૂનાગઢનું ઉત્કૃષ્ઠ પરિણામ આવ્યું હતું. જેમાં સેમેસ્ટર-૧નું ૯૭.૩ર ટકા પરિણામ આવ્યું હતું. કોલેજના સેમેસ્ટર-૧ના વિદ્યાર્થીઓ ડિસ્ટીકશન માર્કસ સાથે ઉર્તિણ થયા હતા. સેમેસ્ટર-૧માં ૭૪.૦૦ ટકા સાથે મલેક મો. સુહેલ મુનીરભાઈ પઇથમ, ૭૩.૦૦ ટકા સાથે અંસારી મો. ફૈઝુલરહેમાન એમ. દ્વિતીય અને ૭ર.૪૦ ટકા સાથે રીંદબ્લોચ સાયનાબાનુ એ. તૃતીય નંબર હાંસલ કર્યો હતો. વિદ્યાર્થીઓના ઉત્કૃષ્ઠ પરિણામ બદલ ટ્રસ્ટના પ્રમુખ નાનજીભાઈ વેકરીયા, ઉપપ્રમુખ સુરેશભાઈ વેકરીયા, ટ્રસ્ટી મંડળ તેમજ પ્રિન્સીપાલ ડો. પરવેઝ બ્લોચ સહિતના કર્મચારી ગણે શુભેચ્છા પાઠવી હતી.

error: Content is protected !!