બિલખાનાં સેવાનાં ભેખધારી દલિત યુવાન નાનજીભાઈનું પત્રકારો અને સામાજીક અગ્રણીઓ દ્વારા સન્માન કરાયું

0

અગીયાર હજાર ઉપરાંતની વસ્તી ધરાવતું બિલખા એટલે મીની ગુજરાત જાેઈ લ્યો ! અઢારેય વરણની વસ્તી ધરાવતું ગામ એટલે બિલખા. દાનવીર કર્ણનાં અવતાર શેઠ શાગળશાની ભૂમિ એટલે પવિત્ર યાત્રાધામ બિલખા. બિલખામાં દલિત સમુદાયની મોટી વસ્તી છે. એમાં પણ સેવાનો ભેખધારી યુવાન નાનજીભાઈ રાજાભાઈ ખાવડું એ માત્ર દલિત સમાજ જ નહીં પરંતુ સમગ્ર બિલખા માટે ગર્વ સમાન છે. સી.એચ.સી. (સરકારી) દવાખાનામાં સફાઈ કર્મચારી તરીકે સેવા આપતા નાનજીભાઈ સરકારી દવાખાનામાં તો અઢળક સેવાઓ આપે જ છે જેમ કે વૃધ્ધ દર્દીઓને તેડીને લઈ આવવા-મુકી આવવા અને સમય કરતાં પણ વધુ સમય નિઃસ્વાર્થ સેવા આપવી. આથી વિશેષ નાનજીભાઈ દ્વારા ઘણા વર્ષોથી અનોખા પ્રકારની સેવા આપવામાં આવે છે. અસ્થિર મગજનાં માણસોને નવડાવવા અને સાફસુથરા કરવા એ એમનો મુખ્ય શોખ છે. તદઉપરાંત કોઈ પશુઓને કે કુતરાઓને જીવાત પડી હોય તો પોતાનાં હાથે આ જીવાતો કાઢીને દવા લગાડી તેમને સાજા કરવાની સેવા વર્ષોથી નાનજીભાઈ કરે છે. તેમની આ બધી સેવાની નોંધ લઈ
સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિકની બિલખા ઓફિસ અને સામાજીક આગેવાનો દ્વારા તેમનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સૌરાષ્ટ્ર ભૂમિનાં સુલતાનભાઈ ચૌહાણ, ગૌતમભાઈ બોરીસાગર, સામાજીક આગેવાન રણજીતભાઈ બાબરીયા, ભુપતભાઈ જેઠવા, નવઘણભાઈ વાંક, દિપુભાઈ, મનિષભાઈ, મયુરભાઈ, સાગરભાઈ, કાનાભાઈ સોઢા વિગેરે ઉપસ્થિત રહયા હતાં.

error: Content is protected !!