Saturday, June 10

ખંભાળિયા માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન જે.ડી.ની ડિસ્ટ્રિક્ટ બેંકના ડાયરેક્ટર તરીકે વરણી

0

ખંભાળિયા સહિત સમગ્ર પંથકમાં અનેક બ્રાન્ચ ધરાવતી મહત્ત્વની એવી જામનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક લિમિટેડની બોર્ડ ઓફ ડાયરેક્ટની એક બેઠક તાજેતરમાં બેંકના ચેરમેન પી.એસ. જાડેજાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી. જેમાં આગામી સાધારણ સભાની મિટિંગ બોલાવવા માટેની તારીખ નક્કી થયા બાદ એજન્ડા નક્કી કરવામાં આવ્યો હતો. આ મહત્વની બેઠકમાં પ્રોફેશનલ ડાયરેક્ટરની નિમણુંક કરવાની હોય, જેથી બેન્કિંગ સેવાઓનો વિશાળ અનુભવ ધરાવતા અને ખંભાળિયા માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન તેમજ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સહિતના જયંતીભાઈ ડી. નકુમની પ્રોફેશનલ ડાયરેક્ટર તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. આ વરણી બાદ ઉપસ્થિત સર્વેએ ડાયરેક્ટ જે.ડી. નકુમને શુભકામનાઓ પાઠવી હતી. જામનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક લિમિટેડ તરફથી તેમની સભ્ય મંડળીઓના ખેડૂત સભ્યોને આવરી લઈ, કોઈપણ સભ્યનું અકુદરતી કે અકસ્માતે મૃત્યું થાય તો તેઓનો વીમો ઉતારવામાં આવ્યો છે. જે અંતર્ગત મોટી વાગુદળ સેવા સહકારી મંડળી લિમિટેડના સભ્ય જાેરૂભા હરૂભા જાડેજાનું તાજેતરમાં અવસાન થતાં આ વીમાયોજના હેઠળ ધી ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની તરફથી મંજૂર કરવામાં આવેલી રૂપિયા પાંચ લાખની રકમનો ચેક સ્વર્ગસ્થ જાેરૂભા જાડેજાના વારસદારને બેંકના ચેરમેન તથા અન્ય ડાયરેક્ટર્સના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો.

error: Content is protected !!