ભાજપના પૂર્વ નેતા અને “આપ”ના કાર્યકર કોંગ્રેસના શરણે ? : ભારે ચર્ચા

0

ખંભાળિયા નગરપાલિકાના મુલી-મજુરોને કાયમી કરવા અંગેના આ સમગ્ર પ્રકરણના મુખ્ય સુકાની એવા નટુભાઈ ગણાત્રા અગાઉ ભાજપના ચુસ્ત સમર્થક અને નેતા હતા. પરંતુ છેલ્લા ઘણા સમયથી તેઓએ આમ આદમી પાર્ટી તરફી ઝોક દર્શાવી અને “આપ”ના સમર્થક બની ગયા છે.
નગરપાલિકા સામે ચાલી રહેલી ઝુંબેશમાં તેઓએ મહત્વની ભૂમિકા અદા કરી, બાદમાં મંગળવારે સર્જાયેલી વિકટ પરિસ્થિતિ સંદર્ભે નટુભાઈ ગણાત્રા દ્વારા ખંભાળિયાના કોંગી ધારાસભ્ય વિક્રમ માડમ સામે વિનંતી કરી તેઓને જાણે તારણહાર માન્યા હોય તેવું ચિત્ર જાેવા મળ્યું હતું. અહીં વિક્રમ માડમ દ્વારા નટુભાઈને અગાઉ તેઓએ ભાજપમાં રહી અને અમને (કોંગ્રેસને) હેરાન કરતા હતા. હવે અમારી શરણમાં આવવું પડ્યું… તે પ્રકારના શાબ્દિક પ્રહારો કર્યા બાદ આ આંદોલનના મંડાણ કર્યા હતા. આ રીતે આમ આદમી પાર્ટીના ચુસ્ત સમર્થક અને અગાઉ ભાજપમાં જેનું નોંધપાત્ર વજન હતું તે નટુભાઈ ગણાત્રા દ્વારા કોંગી ધારાસભ્યનો સહારો લેવાનો આ સમગ્ર મુદ્દો ભારે ચર્ચાસ્પદ બની ગયો છે. જાે કે, ગણતરી તથા પાસા ઉંધા પડતા માત્ર ત્રણેક કલાકમાં આ આમરણાંત ઉપવાસ આંદોલન સમેટાઈ ગયું હતું. જે મુદ્દો પણ શહેરભરમાં ચર્ચાનું કેન્દ્ર બની રહ્યો હતો.

error: Content is protected !!