જામકંડોરણામાં જન્મ જયંતિ સમારોહ રાજપૂત સમાજથી રેલી સ્વરૂપે પ્રસ્થાન કરીને બસ સ્ટેન્ડ, ભાદરા નાકા, પટેલ ચોકના મુખ્ય રસ્તા ઉપર પસાર થઈને શ્રી સરદાર પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે સભા સંબોધન કરીને, હોદ્દેદારો અને રાજકીય આગેવાનોનું સન્માન કરીને, સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણના જીવનકાળ વિષે વિદેશી આક્રમણથી હિન્દુસ્તાન ઉપર રાજ કરવાના વિધર્મીઓના મનસૂબાને માત આપીને યશો મૂર્તિ સમ્રાટ પૃથ્વીરાજ અજમેર રાજા સોમેર્વેશ્વર આને તેમજ રાણી કપ્રૂરીદેવીના સંતાન હતા. તેમને માત્ર ૧૧ વર્ષની નાની ઉંમરમાં રાજ્યાભિષેક થયો હતો, ત્યારબાદ તેમનું સામ્રાજ્ય રાજા હર્ષવર્ધનના રાજ્યથી પણ વિશાળ હતું. પૃથ્વીરાજ ચૌહાણ વિષે વક્તાઓએ હિન્દુ સમાજને માહિતગાર કર્યા હતા. મોટી સંખ્યામાં લોકો જાેડાયા હતા. સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણની જન્મ જયંતિ નિમિત્તે પધારેલ મહેમાનનો વનરાજ સિંહ ચૌહાણ જામકંડોરણા દ્વારા આભાર માનવામાં આવ્યો હતો.