સત્યમ સેવા યુવક મંડળ દ્વારા દલીત સમાજ તથા વાલ્મીકિ સમાજની દિકરીના એટીએમ આદર્શ લગ્ન સંપન્ન

0

જૂનાગઢની જાણીતી સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ દ્વારા તા.૮-૬-૨૨ને બુધવારના રોજ દલીત સમાજની દિકરી ભારતીબેન રાઠોડ કે જેમના પિતાનું અવસાન થયેલ હોય, તેમની આર્થીક પરિસ્થિતિ નબળી હોય, તેમજ ભાવિકાબેન માંડવીયા વાલ્મીકિ સમાજની દિકરી તેમના લગ્ન સુશીલાબેન શાહ હોલમાં આદર્શ લગ્ન કરી આપવામાં આવેલ હતા. તેમાં ઉપસ્થિત જૂનાગઢના મેયર ગીતાબેન મોહનભાઈ પરમાર, મનસુખભાઈ વાજા, ડો. પાર્થ ગણાત્રા, દાતાર સેવક બટુકબાપુ, દાતા દામજીભાઈ પરમાર, રજનીભાઇ શાહ, બીપીનભાઈ ચોહાણ, કે.કે. ગોસાઈ, કે.એલ. પરમાર, કમલેશભાઈ પંડ્યા, શાંતાબેન બેસ, રણછોડભાઈ ગોળફાડ, મનહરસિંહ ઝાલા, પ્રવિણભાઇ જાેશી, કેતનભાઈ નાંઢા વિગેરે દ્વારા આશીર્વાદ પાઠવેલ હતા. બંને દિકરીઓને કરીયાવરમાં ૪૮ જીવન જરૂરિયાત વસ્તુઓ આપવામાં આવેલ હતી. આ તકે ગોર મહારાજ દિવ્યેશભાઈ જાેશી દ્વારા નિઃશુલ્ક સેવા આપવામાં આવી હતી.

error: Content is protected !!