ઓખા : ગુજરાત મેરી ટાઈમ બોર્ડના સિવિલ વિભાગમાં ભ્રષ્ટાચાર કરવાનો જાણે કે પીળો પરવાનો !

0

ઓખા અને બેટ-દ્વારકા પેસેન્જર જેટીએ ગુજરાત મેરી ટાઈમ બોર્ડએ જેટીની બંને તરફની મજબુત સંરક્ષણ દિવાલને તોડીને નવી દિવાલ બનાવવાનું કામ કોઈ કોન્ટ્રાકટર ને આપેલ છે. આ કોન્ટ્રાકટર મન ફાવે તેમ ઓખા બેટ દિવાલનું કામ શરૂ કર્યું જે એક જ દિવસમાં તુટી ગયું. હલકી કક્ષાનાં ગજીયાની દિવાલ બનાવી હતી, જે ધકો મારવાથી પડી ગઈ ! આ અંગે ય્સ્મ્ ઈજનેર પવારનો સંપર્ક કરતા તેમણે બેટનું કામ બંધ કરાવ્યું હતું અને મિડીયાને કીધુ કે, હવે પહેલા ઇઝ્રઝ્રનાં કામથી બીમ કોલમ ઉભા કરીને પછી જ ગજીયા મુકશું. આ વાતને એક સપ્તાહ થયો એટલે ઓખા પેસેન્જર જેટીએ કામ શરૂ થયું તો ત્યાં નવા પ્રકારની ભ્રષ્ટાચારી પધ્ધતિ અપનાવાઈ રહી છે. ઓખા પેસેન્જર જેટીએ ઈલે. મોટર સમુદ્રમાં મુકીને ખારૂ પાણી સિવિલ કામમાં છડેચોક વપરાઈ રહ્યું છે. કામની જગ્યાએ ય્સ્મ્નો કોઈ જવાબદાર વ્યકતિ કે કોન્ટ્રાકટનો પણ માણસ હાજર રહેતા નથી. આ અંગે અમારા પ્રતિનિધિએ સિવિલ ઈજનેર પવારનો સંપર્ક કરતા તેમણે કહેલું કે, સમુદ્રનું પાણી વાપરી શકાય નહીં ! હું બંધ કરાવું છું. જવાબદારોને શું સજા કરશો તેવા સલાલથી પવારે જણાવ્યું કે, પહેલા કામ પુરૂ થવા દયો ! જાે બરાબર ન લાગે તો તોડી પાડશું ! મતલબ કે ગમે તેવું હલકુ કામ પુરૂ થવા દેવું અને બીલ પાસ થઈ જવા દેવાનું ! આમ, ઓખા બેટ બંને પેસેન્જર જેટીએ મજબુત સંરક્ષણ દિવાલ તોડીને હલકી ગુણવતા વાળા મટીરીયલની દિવાલ બનાવાય છે ! અહિંથી શાસક, પ્રશાસકો, અધિકારીઓ અને હજારો પ્રજાજનો પસાર થાય છે પણ આ ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે તેને જાેઈને બધા આંખ આડા કાન કરે છે. જાે આ દિવાલ બની ગઈ અને હજારો યાત્રિકો સ્થાનિકો પસાર થાય ત્યારે કોઈ અકસ્માત થાય તો જવાબદાર કોણ ?

error: Content is protected !!