જૂનાગઢ તાલુકાનાં ખડીયા ગામે પતિનાં હાથે પત્નીની હત્યાનો બનાવ બનવા પામતા ચકચાર જાગી ઉઠી છે. આ બનાવ અંગે તાલુકા પોલીસે આપેલી વિગત અનુસાર જૂનાગઢ તાલુકાનાં ખડીયા ગામે બનેલા બનાવ અંગે માંગરોળ તાલુકાનાં લોએજ ગામનાં લખમણભાઈ રામભાઈ સોલંકી આહિરએ પોલીસમાં એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, ખડીયા ગામનાં રામદેભાઈ લાખાભાઈ ઢોલા વિરૂધ્ધ નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે, ફરીયાદીનાં બેન લીલીબેન રામદેભાઈ ઢોલા (ઉ.વ.૪૦) રહે. ખડીયા વાળાને ગઈકાલે તા. ૮-૦૬-ર૦રરનાં ૧૯.૩૦ કલાકનાં સમયગાળા દરમ્યાન મૃતક લીલીબેનને તેમના પતિ રામદેભાઈ ઢોલા કામકાજ બાબતે અવારનવાર ત્રાસ આપતા હોય અને આ દરમ્યાન ગઈકાલે રામદેભાઈએ કોઈ ધારદાર હથિયાર વડે લીલીબેનનાં માથાનાં ભાગે મારી દેતા અને ગંભીર ઈજા થવાને કારણે લીલીબેનનું મૃત્યું થયાની પોલીસમાં ફરીયાદ નોંધાવતા જૂનાગઢ તાલુકા પોલીસે આ બનાવ અંગે મૃતકનાં પતિ રામદેભાઈ લાખાભાઈ ઢોલા વિરૂધ્ધ કલમ – ૩૦ર, ૪૯૮ અને જીપીએકટ-૧૩પ મુજબ ગુનો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ પી.વી. ધોકડીયા ચલાવી રહયા છે.