છેલ્લા ૪ વર્ષથી સમારકામની રાહ જાેઈ રહેલ જૂનાગઢ પંથકના ચોકી અને ચોકલી ગામને જાેડતા રસ્તાનું કામ અંતે શરૂ કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ એમએલએ હર્ષદ રીબડીયા અને સ્થાનિક લોકોની હાજરીમાં આ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે, જૂનાગઢના વિસાવદર વિધાનસભા બેઠક અંતર્ગત આવનાર આ વિસ્તારના સ્થાનિક ગામડાઓ અને રાજકોટ તરફથી આવતા વાહન ચાલકોને પરબ ધામ તરફ જવા માટે આ માર્ગ અતિ મહત્વનો માનવામાં આવે છે.