વેરાવળ મર્કન્ટાઇલ કો.ઓપ. બેંક લી.ને રાષ્ટ્રીય કક્ષાનો બેંકો બ્લુ રીબન એવોર્ડ સેરેમનીમાં ફસ્ટ પ્રાઇઝ હાંસલ થતા સમગ્ર સૌરાષ્ટ્રના સહકારી ક્ષેત્રમાં ગૌરવ વધારેલ છે. આ તકે યોજાયેલ સમારોહમાં બેંકના ડીરેક્ટરોને સંસ્થા દ્વારા એવોર્ડ એનાયત કરાયો હતો. સૌરાષ્ટ્રની અગ્રણી એવી વેરાવળ મર્કન્ટાઇલ કો-ઓપરેટીવ બેંક લી.ને મહારાષ્ટ્રના લોનાવાલા મુકામે તાજેતરમાં યોજાયેલા એક સમારોહમાં બેસ્ટ બેંક તરીકે ‘બેંકો બ્લુ રીબન’ એવોર્ડ ફર્સ્ટ પ્રાઇઝ એનાયત કરવામાં આવેલ હતો. સહકારી ક્ષેત્રે આગવું સ્થાન ધરાવતા અને પ્રતિષ્ઠીત બેંક મેગેઝીન દ્વારા ભારતભરની ૧૫૩૧ નાગરિક સહકારી બેંકો માટે યોજવામાં આવેલ ‘બેંકો બ્લુ રીબન’ કોમ્પીટીશનમાં વેરાવળ મર્કન્ટાઇલ કો-ઓપ. બેંક લી.ને વર્ષ ૨૦૨૦-૨૧ દરમ્યાન કરેલી ઉત્કૃષ્ટ કામગીરી માટે પ્રથમ પ્રાઈઝ મળેલ હતું. જેમાં રૂા.૬૦૦ થી રૂા.૭૦૦ કરોડ ડીપોઝીટ કેટેગરીમાં રીઝવ બેંક ઓફ ઇન્ડીયાના એકસ. ચીફ જનરલ મેનેજર ડી.સી.કાલેના હસ્તે ‘બેંકો બ્લુ રીબન’ એવોર્ડ ફસ્ટ પ્રાઇઝ એનાયત કરાયેલ જેને બેંકના પ્રતિનિધિઓએ સ્વીકારેલ હતો. આ સન્માન સમગ્ર સૌરાષ્ટ્રના સહકારી ક્ષેત્ર માટે ગૌરવની બાબત હોવાથી બેંકના ચેરમેન નવીનભાઇ શાહ, મેનેજિંગ ડીરેકટર ડો. કુમુદચંદ્ર ફીચડીયા, જાેઇન્ટ મેનેજિંગ ડીરેકટર ભાવનાબેન શાહ તથા સમગ્ર બોર્ડ ઓફ ડીરેકટર્સ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા બેંકની આ સિધ્ધીને સર્વે સભાસદો, થાણદારો અને ગ્રાહકોના બેંક ઉપરના અતુટ વિશ્વાસ અને સહકારને સમપ્રિત કરેલ હતી. બેંકના કર્મયોગી કર્મચારીઓએ કરેલ પ્રયાસોનું ફળ ગણાવેલ હોવાનું બેંકના જીએમ અતુલભાઇ શાહે એક યાદીમાં જણાવેલ છે.