સૌરાષ્ટ્રના સહકારી ક્ષેત્રમાં પ્રથમ હરોળમાં આવતી વેરાવળ પીપલ્સ કો. ઓપ. બેંક રાષ્ટ્રીય કક્ષાએ વધુ એક વખત પ્રથમ ક્રમે આવતા બેંકોના બ્લુ રિબન એવોર્ડ એનાયત થયો છે. બેંકને સારી કામગીરી બદલ સતત ત્રીજી વખત એવોર્ડ મળતા પદાધિકારીઓને એેક સમારોહમાં સન્માનિત કરવામાં આવેલ છે.
સૌરાષ્ટ્રમાં નાના માણસોની પોતાની બેંક તથા લોકો દ્વારા અને લોકો માટેના સુત્રથી શરૂ થયેલ વેરાવળ પીપલ્સ કો.ઓપ. બેંક લી. જૂનાગઢ તથા ગીર સોમનાથ જિલ્લાના જુદા-જુદા શહેરોમાં શાખા ધરાવતી વર્ષોથી કાર્યરત છે. બેંક દ્વારા હમેંશા તમામ ક્ષેત્રમાં અવ્વલ કામગીરી કરવા પુરતા પ્રયાસો પદાધિકારીઓના નેતૃત્વમાં કરતા આવ્યા છે. ત્યારે વધુ એક વખત બેંકની સારી કામગીરીની નોંધ લઇ રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ એનાયત થયો છે. જેમાં એવિસ પબ્લિકેશન અને ગેલેક્ષી ઇન્મા દ્વારા આયોજીત બેન્કિંગ ક્ષેત્રનાં પ્રતિષ્ઠિત એવા બેંકોના બ્લુ રિબન એવોર્ડનો સમારહો તાજેતરમાં યોજાયો હતો. જેમાં વેરાવળ પીપલ્સ બેંકની નાણાકીય વર્ષ ૨૦૨૦-ર૧ની સ્થિતિ અને ઉત્કૃષ્ટ કામગીરી બદલ બેંક કેટેગરીમાં પ્રથમ ક્રમ હાંસલ કર્યુ હોવાનું જાહેર કર્યુ હતુ. આ તકે હાજર બેંકના પદાધિકારીઓને રીઝર્વ બેંકના અધિકારીના હસ્તે બેંકોના બ્લુ રિબન એવોર્ડ એનાયત કરી સન્માનિત કરવામાં આવેલ હતા.
આ સમારોહમાં બેંકના ચેરમેન અશોકભાઈ ગદા, જાે.એમડી સુનીલભાઇ સુબા, ડીરેકટર ગીરીશભાઇ ઠકકર, મુકેશભાઇ ચોલેરા, અરવિંદભાઇ સીંઘલ સહિતનાએ હાજર રહી એવોર્ડ સ્વીકારેલ હતો. આ અંગે બેંકના પદાધિકારીઓએ પ્રથામ સ્થાને રહી એવોર્ડ મેળવવા એ સહકારી ક્ષેત્ર માટે ગૌરવની વાત છે. આ સિધ્ધિ બેંકના કર્મચારીઓની નિષ્ઠાપૂર્વકની કામગીરી તથા ગ્રાહકો અને સભાસદોનાં બેંક પરત્વેનાં અતૂટ વિશ્વાસ અને સહયોગને સમર્પિત હોવાનું બેંકના જનરલ મેનેજર રાજેશભાઇ ચંદારાણાએ જણાવેલ છે.