Friday, July 1

માછીમારોના પ્રશ્નોને સરકાર ગંભીરતાથી નહીં લે તો મત્સ્યદ્યોગ મૃતપાય બની જવાથી લાખો લોકો બેરોજગાર થવાની ભિતી

0

આગામી રાજયની વિધાનસભાની ચુંટણીને ગણતરીના મહિનાઓ બાકી હોવાથી રાજકીય પક્ષોએ કમ્મર કસી છે. જે અંતર્ગત સમાજાે, સંસ્થાઓ સાથે બેઠકો તથા આંતરીક સર્વે સાથે પરિસ્થિતીનો તાગ મેળવવા માટે પક્ષોએ પોતાના નેતાઓને જીલ્લા-તાલુકાના પ્રવાસો કરી વિગતો જાણવા સુચના આપી છે. જેમાં ગીર સોમનાથ જીલ્લાના પ્રવાસે આવેલા ભાજપના સાંસદ મોહનભાઇ કુંડારીયાએ સ્થાનીક સંગઠનના પદાધિકારી-કાર્યકરો, જુદા-જુદા સમાજાે તથા સંસ્થાઓ સાથે બેઠકો કરી હતી. જેમાં શહેરના સૌથી મોટા સમાજ અને વેપારના કેન્દ્ર બિંદુ એવા માછીમાર સમાજના પ્રશ્નો જાણવા માટે સાંસદે સાગરપુત્ર ફાઉન્ડેશન ખારવા સમાજ, ભિડીયા ખારવા સમાજના આગેવાનો અને માછીમાર સંસ્થાના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી હતી. જેમાં માછીમારી માટેનો ડીઝલનો કવોટા વધારવા, ૧૦૦ ટકા વેરામુકત ડીઝલ આપવા, કિશાન કેડીટ કાર્ડની લોન મર્યાદા વધારવા જેવા માછીમારોને સ્પર્શતા દસેક મુદાના પ્રશ્નોની વિસ્તાર પુર્વક રજુઆત કરી હતી. આ પ્રશ્નોની લાંબા સમયથી માછીમાર સમાજ રજુઆતો કરી રહયો હોવા છતાં ઉકેલ આવતો ન હોય વ્હેલીતકે નિરાકરણ લાવવા માંગ કરી હતી. તો આ અંગે સાગરપુત્ર ફાઉન્ડેશન ખારવા બોટ એસો.ના પ્રમુખ તુલસીભાઇ ગોહેલએ જણાવેલ કે, સાંસદ સમક્ષ માછીમારોની વેદના અને મૃતપાય સ્થિતિ તરફ ધકેલાઇ રહેલ મત્સ્યદ્યોગને બચાવવા સરકાર આગળ નહીં આવે તો લાખો લોકો બેરોજગાર બની જશે. જેની ગંભીરતા રાખી માછીમારો માટે મુશ્કેલી સર્જતા દસેક મુદાઓનું ઝડપી નિકાલ લાવવા માંગ કરી છે. જેમાં દરીયો ખેડવા માટે માછીમારો દ્વારા ખરીદાતા ડીઝલ ઉપર સબસીડી આપવાની યોજના શરૂ થઈ ત્યારથી એક જ કવોટો હોય જેને ઘણા વર્ષો થયા હોવાથી વધારો કરવો જરૂરી છે. કારણ કે, ગુજરાતની સામે અન્ય રાજયોમાં કવોટામાં સમયાંતરે વધારો કરાતો હોવાથી ત્યાં ૩૫ થી ૭૦ હજાર લીટરનો કવોટો છે. જયારે કવોટા નિર્ધારીત કરવામાં આવેલ ત્યારે દસેક દિવસની ફીશીંગ ટ્રીપ હતી જયારે હાલ વીસેક દિવસની ટ્રીપ થઇ હોય જેને ધ્યાને લઇ કવોટો વધારો આવશ્કય છે. અગાઉ જેમ ડીઝલ ઉપર ૧૦૦ ટકા વેટ રીફંડ આપવામાં આવતું પરંતુ થોડા સમયથી પ્રથા બદલી લીટર દીઠ રૂા.૧૫ આપવાનું શરૂ કરેલ છે. જે મુશ્કેલી ઉભી કરી રહી હોવાથી આ બાબતે મુખ્યમંત્રી સાથે થયેલ મીટીંગમાં ઘટતુ કરવાની સુચના અપોલ જે અંગે આજદીન સુધી કોઇ કાર્યવાહી થઇ નથી.
વધુમાં સાગરખેડુઓની આર્થિક ડામાડોળ પરિસ્થિતિથી વાકેફ પ્રધાનમંત્રી મોદીએ કિસાન ક્રેડીટ કાર્ડમાં સાગરખેડુઓનો સમાવેશ કરી રૂા.બે લાખ સુધીની લોન આપવા બેંકોને આદેશ કરેલ છે. પરંતુ માછીમારોને પોતાની બોટ તૈયાર કરવા માટે બંધ સીઝન દરમ્યાન ખલાસીઓના ડીપોઝીટ, નવી જાળ, ડીઝલ અને રીપેરીંગના કામકાજ માટે અંદાજે રૂા.૧૦ લાખ જેવો ખર્ચ થતો હોવાથી કોવિડના કારણે આર્થિક સંકટનો સામનો કરી રહેલ માછીમારો માટે કિસાન ક્રેડીટ કાર્ડમાં ધિરાણની મર્યાદા ૧૦ લાખ સુધી વધારી આપવી જાેઇએ. ઓ.બી.એમ. ફાઇબર હોડીના વપરાશ માટે ખરીદવામાં આવતા કેરોસીન ઉપર લીટરદીઠ રૂા.૨૫ની રાહત આપવામાં આવે છે જે રૂા.૫૦ કરવી જરૂરી છે. આવી જ રીતે હોડીઓ માટેનો કેરોસીનનો નિર્ધારીત ૧૫૦ લીટર કવોટામાં પણ વધારો કરી ૪૫૦ પ્રતિ માસ કરવાની જરૂરીયાત છે. માછીમારોની ઓબીએમ એન્જીન ખરીદી ઉપરની બાકી નીકળતી સહાય ઘણા સમયથી બાકી હોવાથી સત્વરે ચુકવી જાેઇએ.
વધુમાં છેલ્લા ત્રણ વર્ષમાં આવેલ વાવાઝોડા, કોરોના જેવી કુદરતી આફતોના કારણે માછીમારો આર્થીક સંકડામણમાં ફસાયા હોવાથી મત્સ્યદ્યોગ પણ મૃતપાય સ્થિતિ તરફ ધકેલાય રહયો છે. જેનાથી વાકેફ કરાવવા સરકારમાં વિવિધ સ્તરે અનેકવાર રજૂઆતો કરેલ હોવા છતા હજુ સુધી કોઇ નિરાકરણ આવ્યુ નથી. ત્યારે માછીમારોના પ્રશ્નોને ગંભીરતાથી લઇ ઝડપી ર્નિણયો લેવામાં આવે તેવી માછીમાર સમાજની સરકાર પાસે અપેક્ષા છે. આ બેઠકમાં જીલ્લા ભાજપ પ્રમુખ માનસીંહ પરમાર, શહેર પ્રમુખ દેવાભાઇ ધારેચા, પૂર્વ ધારાસભ્ય જશાભાઇ બારડ, રાજશીભાઇ જાેટવા સહિતના સાથે રહયા હતા.

error: Content is protected !!