કચ્છ અમૃત ગણાતી ખારેકનું કેશોદની બજારોમાં આગમન થતાં શહેરના મુખ્ય માર્ગો ઉપર ફ્રૂટની લારીઓ તથા ફ્રૂટની દુકાનોમાં ખારેકનું વેંચાણ શરૂ થયું છે. જાે કે, હાલમાં ખારેકના પ્રારંભમાં બે જાતની જ ખારેકનું આગમન થયું છે. જે કચ્છની ખારેકનું કેશોદની બજારોમાં આગમન થયું છે. ખારેક પણ વિવિધ જાતની આવે છે જે થોડા દિવસો બાદ અન્ય વિવિધ જાતની ખારેક બજારોમાં જાેવા મળશે. આજથી ખારેકની બજારોમાં વેંચાણની શરૂઆતમાં પ્રતિ કિલો સો રૂપીયાના ભાવે છુટક વેંચાણ થઈ રહ્યું છે. ખારેકનું બજારોમાં આગમન થતાં લારીઓમાં છુટા છવાયા લોકો થોડી માત્રામાં ખારેકની ખરીદી કરી રહ્યા છે. હાલ કેરીની સીઝન ભરપુર શરૂ હોય ત્યારે ખારેકની ખરીદીમાં મહદઅંશે મંદી જેવો જાેવા મળે છે. સાથે ખારેકના આગમન સમયે ભાવ વધુ હોવાથી પણ લોકો ખારેકની ખરીદી કરવાનું ટાળતા હોય છે. આશરે દશેક દિવસ બાદ વિવિધ જાતની ખારેકનું બજારમાં આગમન થયાં બાદ ભાવમાં ઘટાડો આવશે તેવું ખારેકનું છુટક વેંચાણ કરતા વેપારીઓ જણાવી રહ્યા છે.