સુરજકરાડી હાઈવે રોડ પાસે આવેલ કેબીનમાં આગ લાગી

0

દ્વારકા તાલુકાનાં સુરજકરાડી હાઈવે રોડ, સત્યમ સિનેમા પાસે લાકડાની કેબીનમાં રાત્રે ૧૨ વાગે આગ લાગી હતી. પંચરની કેબીન હોવાથી અંદર અને બહાર ટાયરો પડયા હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. સમયસર ટાટા કંપનીમાંથી ફાયર ફાઈટર આવી જતા ૨૦ મિનિટની જહેમત બાદ આગ કાબુમાં આવી હતી. વિજપુરવઠો બંધ કર્યા બાદ જ પાણીનાં છંટકાવથી આગ બુઝાઈ હતી. આગનાં આ બનાવથી હાઈવે રોડ અડધી કલાક માટે બંધ કરવો પડયો હતો. આગનાં સમાચાર મળતા લોકોનાં ટોળા ઉમટી પડયા હતા. ઓખા નગરપાલિકાની ફાયરની ગાડી પણ પહોંચી ગઈ હતી. મીઠાપુર પી.આઈ. જી.આર. ગઢવી અને પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચીને હાઈવે ટ્રાફીક બંધ કરાવેલ હતું. આગ લાગવાનું કારણ જાણવા મળેલ નથી.

error: Content is protected !!