શ્રી માળી વણિક સોની જ્ઞાતિનાં કુળદેવી મહાશકિત શ્રી વાઘેશ્વરી માતાજી આશરે ૭૦૦ વર્ષથી સિંદોરીયા બાગ પાસે, આંબલીનાં ઝાડ નીચે, મોટા ઓટલા ઉપર માંગરોળમાં બિરાજતા હતા. તે પછી કાળેક્રમ સારૂ મંદિરનું નિર્માણ કરાવેલ હતું. માતાજીની આજ્ઞા થતા ૨૦૦૯માં માતાજીનાં નિજ મંદિરનો જીર્ણોધ્ધાર થયેલો હતો. મુળ માંગરોળ અને હાલ મુંબઈમાં રહેતા માઈ ભકત મુખ્ય યજમાન સોની હસમુખભાઈ ફિચડીયા અને જીનેન્દ્રભાઈ માસ્તર પરીવાર તેમજ અન્ય જ્ઞાતિજનોનાં અનુદાનથી ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ કરેલ હતું. નૂતન મંદિર જીર્ણોધ્ધાર પાટોત્સવ દર વર્ષ જેઠ શુદ નોમનાં રોજ માતાજીનાં ધ્વજાજી, પૂજન-અર્ચન, દર્શન, સાંજે જૂનાગઢનાં દિવાન રણછોડજી રચીત ચંડીપાઠનાં ગરબા, જે ગરબા નાગર બ્રાહ્મણ તેમજ સોની જ્ઞાતિમાં બેઠા ગરબા ગવાય તે રીતે પ્રખ્યાત છે. નૂતન મંદિર જીર્ણોધ્ધાર પાટોત્સવ તા.૯-૬-૨૦૨૨ને ગુરૂવારનાં માતાનું પૂજન-અર્ચન, મહાઆરતી, ચંડીપાઠ, રાસ-ગરબા સાથે સર્વેએ મહાપ્રસાદ લઈ કુળદેવી માતાજીનો જય જયકાર કરી, સર્વ જ્ઞાતિજનનાં સાથ અને સહકારથી કાર્યક્રમ આનંદ ઉત્સાહ પૂર્વક સંપન્ન કરેલ હતો.