જૂનાગઢમાં લોહાણા મહિલા મંડળ દ્વારા સ્પોર્ટસ કોમ્પીટીશનના બાળકોને ઈનામોથી નવાજવામાં આવ્યા

0

બાળકોમાં થતો સર્વાંગી વિકાસ અને બાળકમાં રહેલ કૌશલ્યને બહાર લાવવા અને એક પ્લેટફોર્મ આપવા માટે શૈક્ષણિક વેકેશન દરમ્યાન જૂનાગઢ લોહાણા મહિલા મંડળ દ્વારા સ્પોર્ટસ કોમ્પીટીશનનું ભવ્ય આયોજન કરાયું હતું. શ્રી લોહાણા મહિલા મંડળના મીનાબહેન ચગ અને ભારતીબહેન ઘીયાનાં નેજા હેઠળ યોજાયેલ સ્પર્ધામાં બાળકોને ઈનામોથી નવાજવામાં આવ્યા હતા. ગત તા.૮ને બુધવારના રોજ શ્રી લોહાણા મહિલા મંડળ, જૂનાગઢ દ્વારા આયોજિત બાળકો માટે યોજાયેલ સ્પોર્ટસ કોમ્પિટિશનના વિજેતાઓને ઇનામ/ટ્રોફી તેમજ સર્ટીફીકેટસ વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઈનામ વિતરણ કાર્યક્રમમાં ડોલરભાઈ કોટેચા, પ્રદીપભાઈ ખીમાણી, ડો. પાર્થ ગણાત્રા, ડો. ખંજન ગદા, અતુલભાઈ કાચા વગેરેએ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. શ્રી જૂનાગઢ સીટીઝન એજયુ. એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, કાન્હા ચેરીટેબલ ટ્રસ્ટ, મનુભાઈ પટેલીયા, મનોજ ઈલેકટ્રોનીકસ, સુરભી મસાલા, મીનાબેન ચગ, રસીલાબેન સોઢા અને રેખાબેન ગોંધીયાના સહયોગથી યોજાયેલ ઈનામ વિતરણ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે જૂનાગઢ લોહાણા મહિલા મંડળના પ્રમુખ અલ્પાબેન ઉનડકટનું કાન્હા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યુ હતું. તેમજ તા.૧૯ જુનના રોજ તમામ સ્પર્ધકો અને તેમના વાલીઓનું દાંતનું ફ્રી ચેકઅપ કરવામાં આવશે તેમ ડો. પાર્થ ગણાત્રાએ જણાવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા શ્રી લોહાણા મહિલા મંડળ પ્રમુખ અલ્પાબેન ઉનડકટ, સેક્રેટરી ચંદ્રીકાબેન સોઢા અને ઉપપ્રમુખ રસીલાબેન સોઢા, ગીતાબહેન કોટેચા, બીનાબહેન ઉનડકટ, ક્રિષ્નાબહેન અઢિયા, તરૂબહેન ગણાત્રા, રશ્મીબેન વિઠ્ઠલાણી અને રેખાબહેન ગોંધિયા સહિત બહેનોએ ખુબજ જહેમત ઉઠાવી હતી.

error: Content is protected !!