બિલખા પીજીવીસીએલ દ્વારા પ્રિ-મોનસુન કામગીરી ચાલતી હોય લોકોને સહકાર આપવા નાયબ કાર્યપાલક ઈજનેર પાંચાણીની અપીલ

0

બિલખા પીજીવીસીએલ દ્વારા છેલ્લા ઘણા સમયથી આગમચેતી વાપરીને ચોમાસા પહેલા તમામ લાઈનોનું જાેરદાર રીપેરીંગ હાથ ધરવામાં આવ્યું છે. અઠવાડીયે એક દિવસ વિજકાપ મુકીને બિલખા પીજીવીસીએલનાં નાયબ કાર્યપાલક ઈજનેર પાંચાણી તથા વાઘમસી અને સ્ટાફ દ્વારા પ્રિ-મોનસુન કામગીરીની જાેરદાર ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેથી કરીને ચોમાસામાં વરસાદ દરમ્યાન લોકોને ખુબ ઓછી વિજ સમસ્યા રહે. આ માટે અઠવાડીયામાં એક દિવસ વિજ કાપ મુકવામાં આવતો હોય તેમાં લોકોને સાથ સહકાર આપવાની બિલખા પીજીવીસીએલ દ્વારા વિનંતી કરવામાં આવી છે.

error: Content is protected !!