જામકંડોરણા રાજપૂત સમાજ ખાતે રાજપૂત યુવા સમાજના યુવા હોદ્દેદારોની વરણી કરાઈ

0

જામકંડોરણામાં યુવાનોની કામગીરીની નોંધ લઈને જામકંડોરણા રાજપુત સમાજ દ્વારા ક્ષત્રીય યુવક મંડળમાં હોદેદારો નીમવામાં આવ્યા હતા. જામકંડોરણા રાજપૂત સમાજ ખાતે રાજપુત સમાજના પ્રમુખ તેજુભા જાડેજાની અધ્યક્ષતામાં ક્ષત્રિય યુવક મંડળ જામકંડોરણાની કારોબારી બેઠક યોજવામાં આવી હતી. જેમાં રાજપુત સમાજના પ્રમુખ તેજુભા જાડેજાની સૂચના અને માર્ગદર્શનથી તેમજ ઉપપ્રમુખ સુરેન્દ્રસિંહ વાળાની હાજરીમાં ક્ષત્રિય યુવક મંડળ(યુવા સમાજ) જામકંડોરણાના હોદેદારોની નિમણુંક કરવામાં આવી હતી. જેમાં યુવા પ્રમુખ તરીકે રામદેવસિંહ જાડેજા સોળવદર અને મહામંત્રી તરીકે ક્રિપાલસિંહ જાડેજા પીપરડી, ઉપપ્રમુખ નરેન્દ્રસિંહ જે. જાડેજા સતોદડ, હરપાલસિંહ જાડેજા પાદરિયા, સહમંત્રી જીતેન્દ્રસિંહ વાળા ચરેલ, વનરાજસિંહ ચૌહાણ આચવડ, ખજાનચી સંદીપસિંહ જાડેજા થોરડી, સહ ખજાનચી ભગીરથસિંહ જાડેજા મેઘાવડ, સંગઠન મંત્રી પદુભા જાડેજા સાતોદડ, તેજુભા જાડેજા વાવડી, વિજયસિંહ જાડેજા ચરેલ, સહદેવસિંહ જાડેજા પીપળીયા(મા), સહસંગઠન મંત્રી જીતુભા જાડેજા અડવાળ, વિરમદેવસિંહ જાડેજા જામ થોરાળા, મહાવીરસિંહ જાડેજા ખાટલી, વીરેન્દ્રસિંહ જાડેજા સોળવદરની વરણી કરવામાં આવી હતી. જામકંડોરણા રાજપૂત સમાજના પ્રમુખ તેજુભા જાડેજાએ તમામ નવા હોદેદારોને અભિનંદન પાઠવ્યા હતા.

error: Content is protected !!