ખંભાળિયામાં જીરૂની ચોરી પ્રકરણમાં પિતા-પુત્ર ઝડપાયા : મુદ્દામાલ કબજે

0

ખંભાળિયામાં વાય.કે.જી.એન. સોસાયટી પાછળ મીરાજ પાર્ક ખાતે રહેતા અખતર હનીફ કાસમ સેતા(ઉ.વ.૨૦) અને તેના પિતા હનીફ કાસમ સેતા(ઉ.વ.૪૫) નામના બે શખ્સોને ઝડપી લીધા હતા. પકડાયેલા આ પિતા-પુત્ર પાસેથી ચોરી કરવામાં આવેલું રૂપિયા ૧,૬૫,૨૪૦ની કિંમતનું જીરૂ ઉપરાંત આ જીરૂની ચોરી કરવા માટે ઉપયોગમાં લીધેલો રૂપિયા એક લાખની કિંમતનો જીજે-૧૦-વાય-૫૫૧૬ નંબરનો છકડો રીક્ષા તેમજ રૂપિયા ૫,૫૦૦ની કિંમતના બે નંગ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા ૨,૭૦,૭૪૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ સમગ્ર કાર્યવાહી અહીંના પી.આઈ. કે.એન. ઠાકરીયા, હેડ કોન્સ્ટેબલ હેમતભાઈ નંદાણીયા, ખીમાભાઈ કરમુર, દિવ્યરાજસિંહ જાડેજા, પ્રદીપસિંહ જાડેજા, જેઠાભાઈ પરમાર, વિરેન્દ્રસિંહ નટુભા જાડેજા, યોગરાજસિંહ દિલીપસિંહ જાડેજા અને કાનાભાઈ લુણા દ્વારા કરવામાં આવી હતી.

error: Content is protected !!