પંજાબ, દિલ્હી અને ગુજરાતનું પંજાબી વાનગી પ્રિય ‘અળવી’ શાક સોમનાથની શાકબજારમાં દેખાયું

0

પ્રભાસ-પાટણ શાક બજારમાં હાલ નવતર પ્રકારનું શાક નજરે ચઢે છે. સોમનાથ પે-સેન્ટર શાળાની સામે આવેલ શાક માર્કેટમાંનાં શાક વેંચતા કાળીબેન બામણીયા કહે છે કે, આ બટાટા પ્રકારનું કંદમુળ શાક છે. જેને અળવી કહે છે. જે શાકને બાફી તેની છાલ કાઢી લેતા બટેટાની જેમ સફેદ ભાગને સમારી તેને તેલ-મસાલામાં વઘાર કરી શાક તરીકે લોકો ખાય છે અને ફરાળી લોકો પણ ફરાળ તરીકે ઉપયોગ કરે છે. પંજાબ, દિલ્હી અને ગુજરાતમાં વસતા પંજાબી ભોજનપ્રિય લોકો આ શાક ખરીદે છે અને ચોમાસા આસપાસથી દિવાળી સુધી ઓછા પ્રમાણમાં કયારેક અહીં પણ આવે છે. તેનો કિલોનો અહીંની બજારમાં ભાવ હાલ રૂા.પ૦ છે.

error: Content is protected !!