ચલો સ્કુલ ચલે હમ… ખંભાળિયા સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજથી શૈક્ષણિક કાર્યનો પ્રારંભ : નાના ભૂલકાઓ સજીધજીને બાગનું ફુલ બન્યા

0

કોરોના કાળના પ્રતિબંધો તથા મહામારીની માનસિકતા બાદ લાંબો સમય પછી આજથી સમગ્ર રાજ્ય સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શૈક્ષણિક સત્રનો મંગલ પ્રારંભ થયો છે. ખંભાળિયા સહિત સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્લે સ્કૂલથી માંડીને હાઈસ્કૂલ સુધીનું શિક્ષણકાર્ય વિધિવત રીતે આજથી શરૂ કરવામાં આવ્યું છે. જિલ્લાની તમામ પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓ આજથી પૂર્વવત રીતે શરૂ થઈ ગઈ છે. પ્લે સ્કૂલમાં જતા નાના ભૂલકાઓ માંડીને બોર્ડ સુધીના તમામ તરૂણ વિદ્યાર્થીઓ સુધીની તમામ શાળાઓ આજથી શરૂ થઇ જતા આ સંકુલોમાં આનંદ કિલ્લોલ સાથેનું વાતાવરણ જાેવા મળ્યું હતું. શાળામાં પ્રવેશ કરતા બાળકોને શિક્ષણ સ્ટાફ દ્વારા આવકારી અને ઉજવળ ભવિષ્ય માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જુદા-જુદા શૈક્ષણિક સંકુલોમાં વિદ્યાર્થીઓને કુમકુમ તિલક તથા પુષ્પ અર્પણ કરી અને શિક્ષણવિદોએ શુભકામનાઓ પાઠવી હતી. જિલ્લાની પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક કાર્ય રાબેતા મુજબ થાય તે માટે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા પણ જરૂરી કામગીરી તથા વ્યવસ્થા કરવામાં આવી હતી.

error: Content is protected !!