Sunday, May 28

જૂનાગઢમાં આયુષ્યમાન કાર્ડ, આવકના દાખલા અને ઈ-શ્રમ કાર્ડ કાઢવાનો કેમ્પ યોજાયો

0

સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજના જિલ્લા પ્રમુખ કે.ડી. પંડયા અને જૂનાગઢ મહાનગર શહેર પ્રમુખ પ્રફુલભાઈ જાેષીના માર્ગદર્શન હેઠળ યુવાપાંખ દ્વારા આયુષ્યમાન કાર્ડ, ઈ-શ્રમ કાર્ડ તેમજ આવકના દાખલા કાઢી આપવાનો કેમ્પ નોબલ સ્કૂલ જૂનાગઢમાં યોજાયો હતો. આ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. દીપ પ્રાગટ્યમાં બ્રહ્મ અગ્રણી જિલ્લા શિક્ષણ અધિકારી આર.એસ. ઉપાધ્યાય, અકિલા બ્યુરો ચીફ વિનુભાઈ જાેશી, મહેશભાઈ જાેષી, હશુભાઇ જાેષી, છેલભાઈ જાેષી, મુકેશ મહેતા, યોગેશભાઈ પુરોહિત, પ્રવક્તા શૈલેષ પંડયા વગેરે હાજર રહેલ હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા યુવાપાંખના પ્રમુખ ચિરાગ જાેષી, રવિભાઈ જાેશી, કિશનભાઈ પંડિત, પાર્થભાઈ ભટ્ટ, વિજયભાઈ મહેતા વગેરેએ જહેમત ઉઠાવેલ હતી.

error: Content is protected !!