જૂનાગઢમાં ધો.૧૦ અને ૧રનાં વિદ્યાર્થીઓ માટે કારકિદી સેમિનાર યોજાયો

0

શિવમ પાર્ટી પ્લોટ જૂનાગઢ ખાતે જૂનાગઢ જિલ્લા સરદાર પટેલ કર્મચારી મંડળ, જૂનાગઢ જિલ્લા ખોડલધામ સમિતિ અંતર્ગત જॅૈષ્ઠી એકેડેમી અને સરદાર પટેલ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ કન્યા છાત્રાલય જાેષીપુરા એમ લેઉવા પટેલ સમાજની આ ત્રણેય સંસ્થાઓએ એક બેનર નીચે ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ પછી શું ? આ વિષય ઉપર વિદ્યાર્થીઓ માટે કારકિર્દી સેમિનારનું આયોજન કરેલ હતું. જેમાં મુખ્ય વક્તા તરીકે હાર્દિકભાઈ રામાણી, કિશન ગજેરા, લાલજીભાઈ વઘાસિયા તેમજ સંકેત પોકીયા દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ હતું. આ તકે ખોડલધામ કાગવડના ટ્રસ્ટી ગોપાલભાઈ રૂપાપરા તેમજ જૂનાગઢ જિલ્લા ખોડલધામ કન્વીનર પરેશભાઈ ડોબરીયા, સરદાર પટેલ કર્મચારી મંડળના પ્રમુખ હરેશભાઈ વઘાસિયા, ઉપપ્રમુખ બાગુભાઈ ડોબરીયા અને મંત્રી જયંતીભાઈ કાછડીયા તેમજ જॅૈષ્ઠી એકેડેમીના ઇન્ચાર્જ રમેશભાઈ રૂપાપરા તેમજ સરદાર પટેલ કન્યા છાત્રાલય જાેષીપુરા વતી શૈલેષભાઈ ભુવા અને શ્રી જાેધાણી તેમજ સમાજના અગ્રણીઓ એવા ગાડુંભાઈ ઠેસીયા, અમિતભાઈ ઠુંમર તેમજ વિદ્યાર્થીઓ અને વાલીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ હતા. આ તકે કાર્યક્રમનું સંચાલન પ્રોફેસર હરેશભાઈ કાવાણી દ્વારા કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સરદાર પટેલ કર્મચારી મંડળની કારોબારી સભ્યો, જૂનાગઢ જિલ્લા ખોડલધામ સમિતિ સભ્યો નવરાત્રી તેમજ સરદાર પટેલ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ કન્યા છાત્રાલય જાેષીપુરાના મેનેજીંગ ટ્રસ્ટી જે.કે. ઠેસિયાના માર્ગદર્શન હેઠળ સંસ્થાના સ્ટાફ દ્વારા પણ જહેમત ઉઠાવી હતી.

error: Content is protected !!