જૂનાગઢમાં સરકારની પ્રજાલક્ષી યોજનાની તથા સંગઠન રચનાની માહિતી લોકો સુધી પહોંચાડવા કવાયત

0

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલનાં નેતૃત્વમાં સંગઠન દ્વારા વિવિધ સંગઠનલક્ષી કાર્યક્રમો થઇ રહ્યાં છે ત્યારે તેનાં ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા તારીખ ૧૧ જુનથી ૧૩ જુન સુધી અલ્પકાલીન વિસ્તારક યોજના અંતર્ગત ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરનાં પ્રમુખ પુનિતભાઈ શર્માનાં માર્ગદર્શન હેઠળ જૂનાગઢ મહાનગરનાં પદાધિકારીઓ સંગઠન હોદેદારો-કાર્યકરો ૮૭ વિસાવદર વિધાનસભા સીટમાં દરેક શક્તિ કેન્દ્રનાં પ્રવાસે છે. દરેક શક્તિ કેન્દ્રમાં આવતા વિવિધ ગામોમાં રાજકીય આગેવાનો સામાજીક આગેવાનો પુર્વ સાંસદ ધારાસભ્યો હાલનાં પદાધિકારીઓ અને કાર્યકરો સાથે બુથ લેવલ ઉપર મિટિંગ કરી રહ્યા છે અને સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓની માહિતી તથા સંગઠન રચનાની વિસ્તૃત માહિતી લોકો સુધી પહોંચાડી રહ્યા છે. જૂનાગઢ મહાનગરનાં દરેક શક્તિ કેન્દ્રની મુલાકાતે માણાવદર વિધાનસભાનાં કાર્યકરો આવ્યાં છે અને જૂનાગઢનાં દરેક વિસ્તારમાં કાર્યકરો તથા લોકોને મળી રહ્યાં છે. ત્રણ દિવસનાં આ કાર્યક્રમ માટે મહાનગર પ્રમુખ પુનિતભાઈ શર્માનાં માર્ગદર્શન હેઠળ સંગઠનનાં પદાધિકારીઓ, સંગઠન ટીમ, વિવિધ મોરચાનાં હોદ્દેદારો તથા કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે તેમ ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર મિડીયા વિભાગનાં સંજય પંડ્યાની યાદી જણાવે છે.

error: Content is protected !!