કાલે જામજાેધપુરનાં ધુનડા સતપુરાણધામ આશ્રમે સત્સંગ અને સંતવાણી યોજાશે

0

જામજાેધપુર નજીક આવેલ ધુનડાનાં સતપુરાણધામ આશ્રમે આવતીકાલે મંગળવારનાં રોજ જેઠ સુદ પુનમ કબીરસાહેબનાં જન્મોત્સવ નિમિત્તે રાત્રે ૯ કલાકે પૂ. જેન્તીરામબાપાનો સત્સંગ તથા સંતવાણીનું આયોજન કરાયું છે. જેમાં પૂ. જેન્તીરામબાપા કબીરસાહેબનાં જીવન ચરિત્રનું સત્સંગ દ્વારા વર્ણન કરશે તેમજ ગુરૂબાળક મંગલ રાઠોડ સંતવાણી રજુ કરશે. આ પ્રસંગે સત્સંગપ્રેમીઓએ લાભ લેવા હસમુખભાઈ શીલુએ જણાવ્યું છે.

error: Content is protected !!