આવતીકાલે જૂનાગઢ સ્વામીનારાયણ મુખ્ય મંદિરે વિવિધ કાર્યક્રમોનું આયોજન

0

જૂનાગઢ જવાહર રોડ સ્થિત સ્વામીનારાયણ મુખ્ય મંદિર ખાતે આવતીકાલે મંગળવારનાં રોજ પૂનમ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. મંદિરનાં કોઠારી પ્રેમસ્વરૂપદાસજી (નવાગઢવાળા)એ જણાવ્યું હતું કે પૂનમ નિમિત્તે મંદિરનાં શિખર ઉપર સવારે નુતનધ્વજારોહણ કરાશે તેમજ સિધ્ધેશ્વર મહાદેવ સહિત સ્થાપિત દેવોનું વિશેષ પૂજન અર્ચન કરવામાં આવશે. આ દર્શનનો લાભ લેવા ચેરમેન દેવનંદનસ્વામીજી, પી.પી. સ્વામીએ ભાવભર્યુ નિમંત્રણ પાઠવેલ છે.

error: Content is protected !!