બિલખામાં આરોપીને બચાવવા પોલીસે પોલીસ ઉપર હુમલો કરતા ચકચાર

0

બિલખાની એકસીસ બેંકની સામે રોડ ઉપર અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રકે મોટર સાયકલને ઠોકર મારેલ હતી. જેનાં લીધે માણસોનું ટોળુ એકઠુ થયું હતું. એજ સમયે બિલખા પોલીસ સ્ટેશનમાં હે.કો. તરીકે ફરજ બજાવતા હાર્દિકભાઈ પંડયા રાઉન્ડમાં નીકળ્યા હતાં. અને ઘટના સ્થળે જઈને ટ્રક ચાલકનું વાહન સાઈડમાં રખાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ હતી. પરંતુ આ ટ્રક ચાલકે એમનાં જાણિતા પોલીસ કર્મીને ફોન કરતા તેઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. જેમાં અજીતસિંહ ભાટી અને લાખાભાઈ પણ તાબડતોબ ઘટના સ્થળે પહોંચી હે.કો. હાર્દિકભાઈને કાર્યવાહી નથી કરવાની ગાડીની ચાવી અને લાઈસન્સ પાછુ આપી દો એમ કહી પોલીસે જ પોલીસની ફરજમાં રૂકાવટ કરી હતી. હાર્દિકભાઈએ કાર્યવાહી ચાલુ રાખતા બંને પોલીસમેનોએ ઉશ્કેરાઈ જઈ હાર્દિકભાઈને થપ્પડો મારી દીધી હતી. જેથી હાર્દિકભાઈએ તાત્કાલીક પીએસઆઈને જાણ કરી સારવાર માટે દવાખાનામાં દાખલ થઈ ગયા હતાં. ત્યાં લેખીતમાં પોતાની ફરીયાદ નોંધાવી હતી અને પોલીસે સામાન્ય એનસી કેસ નોંધી સંતોષ માન્યો હતો. તો સવાલ એ છે કે સામાન્ય જનતા જાે પોલીસ સ્ટેશને જાય તો એમના તો શું હાલ થતા હશે ? ડિપાર્ટમેન્ટ દ્વારા આવા પોલીસ કર્મીઓ ઉપર કડક પગલા લેવામાં આવે તો જ જનતાનો પોલીસ ઉપર ભરોસો ટકશે. જાણવા મળતી વિગત મુજબ ઉપરોકત બંને પોલીસમેનની હેડકવાર્ટર ખાતે બદલી કરી ડિપાર્ટમેન્ટ દ્વારા સંતોષ માનવામાં આવ્યો છે. ઘટના સ્થળે લોકોની હાજરીમાં પોલીસ-પોલીસ વચ્ચે ઝપાઝપી થતાં પોલીસ હાસ્યાસ્પદ બની ગઈ હતી.

error: Content is protected !!