મહાનગરપાલિકા જૂનાગઢ દ્વારા કેન્દ્ર સરકારની ૮ વર્ષની ઉપલબ્ધિઓ, ગરીબ કલ્યાણ, સેવા સુશાસન અંતર્ગત આવતીકાલે કાર્યક્રમનું આયોજન

0

મહાનગરપાલિકા જૂનાગઢ દ્વારા કેન્દ્ર સરકારની ૮ વર્ષની ઉપલબ્ધિઓ, ગરીબ કલ્યાણ, સેવા સુશાસન અંતર્ગત જૂનાગઢ શહેર કક્ષાનો કાર્યક્રમ મંત્રી દેવાભાઈ માલમની ઉપસ્થિતિમાં તા.૧૪-૬-ર૦રર મંગળવારનાં રોજ સવારે ૧૦ કલાકે શામળદાસ ગાંધી ટાઉનહોલ ખાતે યોજાનાર છે. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વનીધી યોજના, આયુષ્યમાન ભારત, પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, પોષણ અભિયાન, સ્વચ્છ ભારત મિશન, નળથી જળ જલ જીવન યોજના, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, સોઈલ(માટી) હેલ્થ કાર્ડ યોજના જેવી વિવિધ યોજનાઓનો લાભ સ્થળ ઉપર જ આપવામાં આવશે. આ કાર્યક્રમમાં સોૈ શહેરીજનોને મેયર ગીતાબેન એમ. પરમાર દ્વારા વધુમાં વધુ લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવેલ છે.

error: Content is protected !!