ગુમ થયેલ પાંચ વર્ષની બાળાને વંથલી પોલીસ ટીમે શોધી આપી

0

રેન્જના ડી.આઇ.જી. મનિંદર પ્રતાપસિંઘ પવાર તથા જૂનાગઢ જીલ્લાના પોલીસ અધિક્ષક રવિતેજા વાસમ સેટ્ટીની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક જે.બી.ગઢવી માર્ગદર્શન હેઠળ ખોવાયેલ તથા ગુમ થયેલ બાળકોને શોધી કાઢવા અંગે સુચના આપી હતી. જેથી શારદાબેન ચીમનભાઇ જીવાભાઇ વાઢેર રહે શાપુર ગામ વાળા એક નાના બાળકને અત્રે પો.સ્ટે. લાવી જણાવેલ કે એક અજાણ્યા બહેન ચાર દિવસ પહેલા આ નાના બાળકને અમારા ઘરે મુકી જતા રહેલ છે. જેથી વંથલી પો.સ્ટે.ના પો.સબ. ઇન્સ. ડી.જી.બડવા, પો.સબ ઇન્સ. વિ.કે.ઉંજીયા, એએસઆઇ એન.આર.વાઢેર, પો.હેડ કોન્સ. પી.એસ.શેખવા, પો.કોન્સ. મુળુભાઇ વાંદા, પો.કોન્સ. ખીમાભાઇ ખાંભલા, પો.કોન્સ. વિક્રમસિંહ જુંજીયા સહિતનાં સ્ટાફે ભારે જહેમત ઉઠાવી સોશ્યલ મીડીયાના માધ્યમથી તથા અલગ અલગ પોલીસ સ્ટેશનમાંથી માહિતી મેળવતા જૂનાગઢ શહેર ‘એ’ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં અરજદાર મનોજભાઇ રસીકભાઇ સોલંકી રહે.જમાલવાડી ખાડીયામાં, ધારાગઢ દરવાજા વાળાએ પોતાના માતા તથા તેનું પાંચ વર્ષનું નાનું બાળક ગુમ થયા અંગેની અરજી આપેલ હોવાનું જાણવા મળતા જૂનાગઢ શહેર ‘એ’ ડીવીઝન પોલીસ સ્ટાફને બાળકને સોંપી આપેલ છે. આમ, ગણતરીના કલાકોમાં ગુમ થનાર પાંચ વર્ષના નાના બાળકને વંથલી પોલીસે શોધી કાઢી તેનાં પરિવારને સોંપેલ હતું.

error: Content is protected !!