આજથી સ્કૂલ પટાંગણો બાળકોનાં આવાગમન-કલરવથી ગુંજી ઉઠયા

0

જૂનાગઢ, ગીર-સોમનાથ સહિત સમગ્ર ગુજરાત રાજયમાં શાળા-કોલેજાેનું ઉનાળુ વેકેશન પૂર્ણ થતા જ આજથી શાળા-કોલેજાેનાં વર્ગ ખંડ, પટાંગણ વિદ્યાર્થી બાળકોનાં આવાગમન, એડમીશન, અન્ય શાળામાં જવા સર્ટીફીકેટ મેળવવા સહિતની કામગીરીનો પ્રથમ દિવસે આરંભ થયો છે. જાેકે, આજે તાલુકા શાળા પે-સેન્ટર, કન્યાશાળા, સ્વામિનારાયણ પ્રાથમિક શાળા મેદાનમાં પ્રથમ દિવસે ઓછી હાજરી જાેવા મળી હતી પરંતુ એકત્રિત થયેલ વિદ્યાર્થી, સ્ટાફે વેકેશનનાં સંસ્મરણો વાગોળ્યા હતા અને આગળ અભ્યાસ અંગે પરસ્પર જાણકારી મેળવી હતી.

error: Content is protected !!