જૂનાગઢ જેસીઆઈ દ્વારા ચાર સંસ્થાઓમાં કેરીનો રસ આપી કરાયું સેવાકાર્ય

0

ભીમ અગિયારસ નિમિત્તે જેસીઆઈ જૂનાગઢ દ્વારા અલગ અલગ ચાર સંસ્થાઓ ખાતે કેરીનો રસ આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું. સત્યમ સેવા યુવક મંડળ સંચાલિત મહિલા આશ્રય સંસ્થા ખાતે આશરો લઈ રહેલ મહિલાઓને તેમજ સત્યમ સેવા યુવક મંડળ સંચાલિત અંધ કન્યા છાત્રાલય ખાતે રહેતી બહેનોને તથા જૂનાગઢ મ્યુનિસીપલ કોર્પોરેશન સંચાલિત ભિક્ષુક ગૃહ, વૃધ્ધાશ્રમમાં રહેતા વડીલોને, દિવ્યાંગ સેવા સંસ્થાન, જાેષીપરા ખાતે દિવ્યાંગ દિકરીઓને કેરીનો રસ ભોજનમાં પીરસી શકાય તે રીતે આપવામાં આવ્યો હતો. આ એક સાથે ચાર જગ્યાએ કેરીનો રસ આપવાના આયોજનમાં જેસીઆઈ જૂનાગઢના પ્રમુખ ચેતન સાવલિયા, સેક્રેટરી પાર્થ પરમાર, ડાયરેકટર કિશોરભાઈ ચોટલીયા, ખજાનચી ચિરાગ કડેચા, ભૂતપૂર્વ પ્રમુખ વિરલ કડેચા, પરેશ મારૂ હાજર રહ્યા હતા.

error: Content is protected !!