Sunday, May 28

જૂનાગઢ મહેતા નિદાન કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનો ૩૦૦ દર્દીઓએ લાભ લીધો

0

જૂનાગઢમાં મહેતા નિદાન કેન્દ્ર શ્રી સ્થાનક જૈન સંઘ ની વાડી ખાતે સર્વ રોગ ફ્રી મેડિકલ નિદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું. આ કેમ્પનો લગભગ ૩૦૦ જેટલા દર્દીઓએ લાભ લીધેલ હતો. આ દર્દીઓએ જુદા જુદા ડોક્ટરને દેખાડી અને સફળતાપૂર્વક તપાસ કરાવી અને ઘણી જ રાહત મેળવેલ છે. આ નિદાન કેમ્પનું સફળતાપૂર્વક આયોજનનાં સાચા હકદાર મહેતા નિદાન કેન્દ્રનાં ચેરમેન બિપીનભાઈ કામદાર છે જેમણે છેલ્લા દસ-બાર દિવસથી દરેક ડોક્ટરોનો સમય મેળવી અને એક વ્યવસ્થિત આયોજન પાર પાડી અનેક દર્દીઓની ચાહના મેળવેલ છે. તેમના આ આયોજનમાં તેમની સાથે સવારથી જ રજીસ્ટ્રેશન કાઉન્ટર જેવી અઘરી કામગીરી ધીરેન્દ્રભાઈ દેસાઈએ સંભાળેલ હતી તેઓને એક જગ્યાએ જમવા જવાનું આમંત્રણ હતું પણ આ દર્દીઓની સેવાને જ પરમાર્થ સમજી એક લોકઉપયોગી કાર્ય કરેલ છે. આ ઉપરાંત આ કેમ્પમાં શ્રી સંઘ પ્રમુખ લલીતભાઈ દોશી, મંત્રી કમલેશભાઈ અવલાણી, મંત્રી રાજેન્દ્રભાઇ દોશી, ખજાનચી અશ્વિનભાઈ અવલાણી, હંમેશા હેલ્પફૂલ અશોકભાઈ ટોલિયા, ઓડીટર કિશોરભાઈ અજમેરા, સંઘની દરેક પ્રવૃતિને કાળજી પૂર્વક સંભાળતા હિરેનભાઈ માવાણી સેવા માટે સદા તત્પર જયેશભાઈ કોઠારી, હસમુખભાઈ મોદી વગેરેએ જહેમત ઉઠાવેલ હતી. આ સમગ્ર કાર્ય સંઘના વડીલ પ્રોફેસર દામણી, સુરેશભાઈ કામદાર તેમજ ડો.એ.વી કોઠારી, ડો.એન.વી.કોઠારીની રાહબરી હેઠળ આ કેમ્પ સફળ થયેલ છે. આ મેડિકલ કેમ્પની મુલાકાતે જૂનાગઢ કોર્પોરેટર અને “ગાંધી” તરીકે પ્રખ્યાત એવા સેવાભાવી હિતેનભાઈ ઉદાણી પણ આવેલા અને કેમ્પને જરૂરી માર્ગદર્શન પૂરૂ પાડેલ હતું તેમજ સંઘનું કલ્પવૃક્ષ એવા કલ્પેશભાઈ ટોલીયા કે જેની પાસે માંગો ઈ મળે એ પણ આવેલ અને મોમેન્ટો અર્પણ કાર્યક્રમમાં હેલ્પ કરેલ. સૌથી મોટો આભાર આ કેમ્પમાં પેમ્પ્લેટમાં જાહેરાત કર્યા મુજબ શ્રી તુલજાભવાની લાયન્સ ક્લબનાં ડો.જયંતભાઈ પંડ્યા,ડો.જલ્પાબેન સુથાર, ડો.જીલબેન સેવક, ડો.એ.એ.બૈરાગી, ડો.મિતેશભાઇ અંબાસણા, ડો.ડાયનાબેન અજુડીયા સવારથી જ પોતાના કિંમતી સાધનો અને સ્ટાફને લઈ સંઘની વાડીએ આવી પહોંચેલ અને દરેક દર્દીને શાંતિથી અને સંતોષથી ઝીણવટથી તપાસેલ અને યોગ્ય ઉપચાર કરેલ અને સુચવેલ ત્યારે પોતાનો રવિવારનો કિંમતી સમય કાઢીને આવેલ દરેક ડોક્ટરનો સ્થાનકવાસી જૈન સંઘ હૃદયપૂર્વક આભાર માને છે. ઉપરાંત વિશેષ વિનંતીથી પધારેલા ડો.મલ્હાર માદરીયા અને ડો.યોગેશ ઠક્કરની હાજરીે સોનામાં સુગંધ રૂપે ભળેલ. એમણે પણ ઘણાં બધાં દર્દીઓનાં મુંજવતા પ્રશ્નોનો ઉકેલ અને સારવાર આપેલ. આ મેડિકલ કેમ્પને જાણે મેડિકલ હોસ્પિટલ જ બનાવી અને ચાર ચાંદ લગાડ્યા આંખનાં તજજ્ઞ ડો.મિતેશભાઇ ખોખાણી અને દંતરક્ષક ડો.મીતાબેન ખોખાણીએ આ ડો.દંપતીએ જાણે દરેક દર્દીઓની સંપૂર્ણ તપાસ કરવી હોય તેમ ગાડી ભરીને દશેક માણસો અને મોટી ડેન્ટલ ચેરથી લઈને હોસ્પિટલમાં હોય તેવા અનેક સાધનો ત્યાં લઈ આવેલ. ઉપરાંત સ્પેશિયલ તપાસ માટેનાં ટીપા નાખીને ઝીણવટ ભરી તપાસ કરેલ. જરૂરી દર્દીઓને ચશ્મા પણ આપેલ અને ત્યાં સુધી કે હોસ્પિટલમાં હોય છે તેવું કોમ્પ્યુટર અને ચારેક મેમ્બર્સ સ્ટાફને પણ સાથે લાવેલ અને લગભગ ૧૫૦થી વધારે દર્દીઓને આ તબીબી દંપતીએ ખંતપૂર્વક દિલથી તપાસેલ. જાણે આખી હોસ્પિટલ આપણી સંઘની વાડીએ ઉભી કરી દીધેલ. બિપીનભાઇ કામદારની યાદી જણાવે છે કે ડો.ખોખાણીએ ત્યાં સુચવેલ મોતીયાનાં પાંચ ઓપરેશન પણ સાવ ફ્રી કરી આપવાની જાહેરાત પણ કરેલ છે. શ્રી સ્થાનક જૈન સંઘ જૂનાગઢ દરેકનો અંતઃકરણ પૂર્વકનો આભાર માને છે તેમ મહેતા નિદાન કેન્દ્રના ચેરમેન બિપીનભાઈ કામદાર, ડો.અમિત મોદી, કમલેશ અવલાણી, રાજેન્દ્ર દોશી અને કાર્યકર્તાઓની યાદીમાં જણાવેલ છે.

error: Content is protected !!