સોમનાથ મહાદેવ સમીપ આવેલા અતિ પ્રાચીન વટવૃક્ષ ખાતે બહેનોએ આજે અખંડ સોૈભાગ્ય આપનારૂ અને રાખનારૂ ભારતીય ધર્મ સંસ્કૃતિનાં વટ સાવિત્રી વ્રતનું પૂજન, સૂતરની આંટી અને અબીલ-ગુલાલ, દિપ આરતી અને પવિત્ર વેદમંત્રોચાર સાથે ભાવપૂર્ણ રીતે પૂજન કર્યું હતું. બહેનોએ નવા વસ્ત્રો અને પૂજન થાળ સાથે સમુહમાં વહેલી સવારથી જ પહોંચી સૂતરનાં આંટા વૃક્ષની ચારે બાજુ મંત્રજાપ સાથે વીટી, દાન-દક્ષીણા, દર્શન કરી પૂણ્ય પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી. આજનાં વટ સાવિત્રી પૂજનમાં સોમનાથ આવેલા યાત્રિકો પણ સહભાગી થયા હતા.